________________
૪૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
આમ રાજાનો સંબંધ
આમ રાજાનો સંબંધ કહેવાય છે તે આ પ્રમાણે :
કાન્યકુબ્ધ નામના દેશમાં ગોપાલગિરિ નામના પર્વતઉપર ગોપાલ નામના નગરમાં યશોવર્મ નામે રાજા હતો. તેની પત્ની યશદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલો આમ નામે પુત્ર થયો. તેના પિતાએ અત્યંત વિસ્તારથી જન્મોત્સવ ર્યો. વૃદ્ધિ પામતો એવો તે હંમેશાં યાચકોને ઘણું દાન આપે છે. તેથી કોપપામેલા પિતાવડે કર્કશપણે આ પ્રમાણે શિક્ષા અપાયો. હે પુત્ર! આ પ્રમાણે લક્ષ્મીનો વ્યય કરતાં તે ખજાનાને ખાલી કરીશ. પોતાના હિતને ઇચ્છનારાએ યાચકોને માપસર દાન આપવું જોઈએ. આ પ્રમાણે પિતાવડે કહેવાયેલો પુત્ર ગુપ્તપણે નગરમાંથી નીકળીને મોઢેરા નગરના ઉધાનમાં શ્રેષ્ઠ દેવલમાં ગયો.
એક વખત સિદ્ધસેન ગુરુના શિષ્ય બપ્પભટ્ટી નામના સાધુ વિહાર કરતાં તે દેવલમાં આવ્યા. મોટા અર્થવાલો પ્રશસ્તિનો અર્થ સાધુવડે કહેવાય છતે અત્યંત હર્ષ પામેલા આમે ભક્તિથી સાધુનાં બે ચરણોને નમસ્કાર કર્યા. સાધુએ કહ્યું કે તું અહીં ક્યાંથી આવ્યો? તારું નામ શું છે? તે પછી તેણે ખડીવડે લખીને પોતાના નામ આદિ કહ્યાં. કહ્યું છે
महाजनाचारपरम्परेदृशी, स्वनामनामाऽऽददते न साधवः असौ पुमानेव ततोऽतिबुद्धिमान्, भविष्यत्यग्रेजगतीमनोहरः ॥१॥
મોટા પુરુષની આવા પ્રકારની આચારની પરંપરા છે કે સજજન પુચ્છો પોતાનું નામ બોલતા નથી. તેથી આ પુરુષ નિચ્ચે અત્યંત બુદ્ધિવાલો અને જગતમાં આગળ પર મનોહર થશે. (૧) તે સાધુએ વિચાર્યું કે પહેલાં જે માતાની સાથે વનમાં અમારા વડે યશોદેવરાજાને પાપરહિત પુત્ર જોવાયો હતો. તે જે વૃક્ષને વિષે રહ્યો હતો. (ત્યારે) તેની છાયા નમતી ન હતી. તેથી અમારા ગુરૂડે માતા સહિત આ પુત્ર રાજાની પાસે લઈ જવાયો હતો. આ મહાન થશે એમ હીને માતાવડે યુક્ત તે બાલક પિતાની પાસે સ્થાપન કરાયો. સંભવ છે કે આ તે જ (બાલક) યશોવર્મ રાજાનો પુત્ર-આકૃતિવડે જણાય છે. ખરેખર આ રાજપુત્ર વિચક્ષણ છે. બપ્પભટ્ટીએ કહ્યું કે શું તું યશોવર્મ રાજાનો આમ નામનો પુત્ર પહેલાં શ્રેષ્ઠવનમાં જોવાયો હતો તે છે ? હે વત્સ ! હમણાં શુદ્ધ છે આત્મા જેનો એવો તું એક્લો કેમ નીલ્યો છે? તેણે કહ્યું કે પિતા વડે ધિક્કાર કરાયેલો હું દૂર દેશમાં નીલ્યો છું. બપ્પભટ્ટીએ કહ્યું કે તું અહીં રહે. નિરંતર ભણ. તે પછી અભ્યાસ કરતો આમ સર્વવિધાઓમાં પતિ થયો. બહ્મદીની પાસે ભણ્યાં છે શાસ્ત્રો જેણે એવા પુત્રને કોઇકના
આ આમરાજાનો આખોય સંબંધ વિદ્વાન માણસને યોગ્ય છે. માટે તે રીતે વાંચવાથી સમજપડશે.