SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર છે. ॥ તે પછી અત્યંત ખુશ થયેલા રાજાએ મુનિને નમીને હ્યું કે તમે ધન્યવાન છે. તમે પુણ્યવાન છે. કારણ કે તમારી શ્રેષ્ઠ બુદ્ધિ છે. તે પછી રાજા સવારમાં મુનિને નમવા માટે ગયા, અને હ્યું કે આ મારા આસનઉપર પ્રસન્ન થઈને હમણાં બેસો. મુનિની પડખે રહેલા સાધુઓએ તે વખતે તેને એ પ્રમાણે હ્યું કે આચાર્યપદ વિના સિંહાસન બેસવું પે નહિ. તે પછી આમ રાજાએ સેવકોને મોક્લીને બપ્પભટ્ટી મુનિના ગુરુને વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક પોતાની નગરીમાં તેડાવ્યા. ગુરુના ઉપદેશને સાંભળીને ચમત્કાર પામેલા રાજાએ હ્યું કે હે ભગવન્ ! તમે બપ્પભટ્ટીને જલદી આચાર્યપદ આપો. પદને યોગ્ય શિષ્યને જાણીને ઉત્તમ ગુરુઓએ પોતાના હિતને ઇચ્છતા જલદી સૂરિપદ આપવું જોઇએ. આચાર્યે કે હે રાજન્ ! જો તમારા હૃદયમાં રુચિ હોય તો તે વખતે બપ્પભટ્ટી મુનિ આચાર્યપદ ઉપર સ્થાપન કરાશે તે પછી ઉદયને કરનારી શનની શ્રેણીને જોઇને ગુરુએ તે મુનિને હર્ષવડે આચાર્ય પદ આપ્યું. જે વખતે ગુરુએ બપ્પભટ્ટીને આચાર્યપદ આપ્યું તે વખતે રાજાએ ત્રણ લાખ ધન વાપર્યું. આચાર્યપદના સમયે આચાર્યે શિષ્યના અંગ ઉપર સાક્ષાત લક્ષ્મીદેવીને ન્યાની જેમ જોઇને એકાંતમાં તેના પ્રત્યે આ પ્રમાણે કહ્યું. હે વત્સ! રાજમંદિરમાં તારો મોઢે રાજસત્કાર થશે. તારો પોતાનો જય દુ:શક્ય છે. આથી તારે બ્રહ્મચર્ય પાળવું. ક્યું છે કે : ૫૦૦ विकारौ सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः । તં વ્રજ્ઞાવનત:પ્રતિષ્ઠાં, તમિલ્વમેમુત્ર પત્ર શિષ્ય ! ? ॥ વિકારનાં કારણ હોતે છતે પણ જેઓનાં ચિત્ત વિકાર પામતાં નથી. તેઓ જ ધીર છે. હે શિષ્ય ! તું બ્રહ્મચર્યનું રક્ષણ કરવાથી આલોક અને પરલોકમાં પ્રતિષ્ઠા પામશે. વિક્રમરાજાથી...વર્ષ ગયે તે આચાર્યે બપ્પભટ્ટીને ચૈત્ર માસની અષ્ટમીના દિવસે સૂરિપદ આપ્યું. એક વખત વિહાર કરતાં બપ્પભટ્ટી સૂરિરાજ રાજાવડે બોલાવાયેલા ગોપગિરિઉપર ગયા. રાજાવડે નગરીની અંદર મોટો મહોત્સવ કરાતે તે સાધુઓવડે સેવાયેલા બપ્પભટ્ટી નગરીની અંદર આવ્યા. વંદન કરીને રાજા સભામાં આગળ બેઠો ત્યારે આચાર્યે સંસારસમુદ્રને તારનારી દેશના કરી. श्रीरियं प्रायशः पुंसा - मुपकारैककारणम् । तामुपकुर्वते ये तु रत्नसूस्तैरसौ रसा ॥ - આ લક્ષ્મી પ્રાય: કરીને પુરુષોને ઉપકારનું એક કારણ છે. તેને ઉપકાર કરે છે તેઓવડે આ પૃથ્વી રત્ન (રત્નગર્ભા) હેવાય છે. જિનભવન જિનબિંબ પુસ્તક સંઘસ્વરૂપ-સાતક્ષેત્રમાં વાવેલું ધન અનંતગણું મોક્ષલને આપનારું થાય છે. ગુરુના વચનનને સાંભળીને રાજાએ ઘણું ધન વાપરી એકસો એક હાથ ઊંચું શ્રી વીરજિનેશ્વરનું મંદિર કરાવ્યું. અઢાર ભાર પ્રમાણ સોનાથી બનાવેલું મહાવીર સ્વામીનું અદ્ભુત બિંબ સારામાં સારા ઉત્સવપૂર્વક સ્થાપન કર્યું, તે ચૈત્યને વિષે પ્રથમ મંડપને કરાવતા એવા રાજાને સુવર્ણના સવાલાખ ટંક લાગ્યા. હ્યું છે કે :- -
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy