________________
ઘધના દેરાસરની વિશાલાને અદભુતતા
આદીશ્વર એવું પાડવામાં આવ્યું. આ દેરાસર પણ વસ્તુપાલ તેજપાલે જ બંધાવેલ હતું.
દાદાની ટ્રકમાં અને દરબારમાં પ્રવેશ કરનાર જાત્રાળુ એક પછી એક દેરાસર, એક પછી એક દેરી. પ્રભુપ્રતિમાઓ, ચરણપાદુકાઓ વગેરે જોતાં જોતાં અને પ્રદક્ષિણા દેતાં આશ્ચર્યચક્તિ બની જાય છે.
મંત્રીશ્વર વિમલશાહે બંધાવેલા મંદિરમાં નેમિનાથની ચોરી, બાજુના ધુમ્મટમાં નેમકુમારના જીવનનાં રિયો, નેમનાથનાં લ્યાણકો, જન્મ-લગ્ન-વરઘોડો વગેરે વિવિધ દયો આંખને ઠારે છે.
દાદાના દરબારમાં – અમીઝરા પાર્શ્વનાથનું મંદિર ઉપરાંત સો – થંભવાળું ચૌમુખજીનું મંદિર પણ જોવા લાયક છે. ક્લય-નંદીશ્વર-દ્વીપ–અષ્ટાપદજીનું મંદિર – મેરુ શિખર– સંમેત શિખર વગેરેની રચનાનાં મંદિરો પણ એટલાંજ ભવ્ય છે. દાદાના દરબારે પવિત્ર રાયણવૃક્ષ-દાદાનાં પગલાં, ગણધર પગલાં – નવી ટૂંક – પાંચ ભાયાનું મંદિર બાજયિાનું તથા ગંધારિયાનું મંદિર, અને પુંડરીક સ્વામીનું મંદિર જોવા ને દર્શન કરવા લાયક છે, રાયાણ પગલાંની ઉત્તરે આવેલી દેરીઓમાં બાહુબલી – નમિ વિનમિ – બ્રાહ્મી અને સુંદરીની મૂર્તિઓ છે.
મહારાજા સંપ્રતિ – મહારાજા કુમારપાળ – મંત્રીશ્વર વિમલ – વસ્તુપાળ તેજપાળ – મંત્રીશ્વર ઉદયનના પુત્ર બાહડ – તેમજ પેથડશાહ – તેજપાલ સોની અને સમરારાનાં મંદિરો દાદાના દરબારને શોભાવે છે.
અદભુત-અવર્ણનીય ને ભવ્ય એવી દાદાની પ્રતિમાને જોતાં જ ભાવિક યાત્રિનું હૈયું આનંદથી નાચી ઊઠે છે. અને પછી પોતે બે હાથ જોડી – માથું નમાવીને હૈયાના ભાવથી સ્તુતિ કરે છે.
“ શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્યવંદો"
* વીજળી પડી ને દાદાની નાસિકા જ ખંડિત થઈ એ વાત બંધ બેસતી નથી હરહંમેશ વીજળી સીધીજ પડે. માટે દાદાના મંદિરનું શિખર અને દાદાની પલાંઠીનો ભાગ ખંડિત થવો જ જોઈએ તે નથી થયું માટે નાસિકા ખંતિ થવાનું કારણ બીજું હોવું જોઈએ.