SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર - પૂર્તિ આવશ્યક - સૂચનાઓ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ પધારનાર ભાવિક પુણ્યાત્માને પ્રેમે ભલામણ. અહીં આવીને આટલું તો જ કરશે તો જ તમારી યાત્રા સફલ બનશે. ૧– યાત્રાએ આવનાર પુણ્યાત્માએ ધર્મશાલાથી તળેટી સુધી ખુલ્લાપગે ચાલતાંજ જવાનો આગ્રહ રાખવો જોઇએ. ૨- ન છૂટકે ઘોડાગાડીમાં બેસવું જ પડે તો સમજીને ત્રણચાર જણાએ જ બેસવું વધુ નહિ. તેમાં લોભ ન કરતાં, આ પણ એક જીવદયાનો પ્રકાર છે. ૩- તળેટીમાં ચૈત્યવંદન અને સાથિયાની વિધિ જરુર કરજો. ૪ – રસ્તામાં જ્યણા-જીવદયાપૂર્વક જોઈને ચાલજો, જેથી જીવની વિરાધના ન થાય ૫ – ગિરિરાજ ઉપર ચઢતાં ખુલ્લા પગે જ ચઢવું સર્વોત્તમ ને શ્રેષ્ઠ છે. તે જો શક્ય ન હોય તો છેવટે કપડાં –તાન કે રબ્બરનાં સાધનોનો અનિચ્છાએ ઉપયોગ કરજો. પણ ચામડાનાં સાધનો તો દાપિ નહિ. ૬ - ન છૂટકે વેળી કરવી પડે તો તેના પૈસા-દૂધ-દહીના પૈસા ચાલવાનું આવે ત્યાં ઊતરવાનું છે કે નહિ તે બધું પહેલાં જ નક્કી કરીને તેના મોઢે બોલાવજો. પછી જ ડોળીમાં બેસજો, નહિતર જાત્રાનો આનંદ ઝૂટવાઈ જશે. ૭ – રસ્તો ખુટાડવા માટે રેડિયો – ટેપ વગેરેને સાથમાં ન લેતાં. તેવાં સાધનો વાતાવરણને ખૂબજ ઘેષિત ને ઘોંઘાટવાળું કરે છે. ૮- શ્રી ગિરિરાજના રસ્તે ચાલતાં કે પગથિયાં ચઢતાં મનમાં શ્રી નવકાર મંત્ર - શ્રી આદિનાથાયનમકે શ્રી સિદ્ધગિરિવરાયનમ: ને જાપ કરો, ધાર્મિક કથાઓ કહો – સ્તવનો કે ભજનો ગાઓ અને ગવડાવો. ૯ – શ્રી ગિરિરાજ ઉપર ચઢતાં સંસારસંબંધી કે વ્યાપાર સંબંધી વાતો ન કરતાં. અથવા ઠઠા મશ્કરી પણ ન કરતાં. ૧૦ – આ આખોય ગિરિરાજ પરમ પવિત્ર છે. માટે તે ગિરિરાજઉપર ક્યાંય પણ ખાવું, થુંકવું કે ઝાડ-પેશાબ કરવાં નહિ.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy