________________
૮૯૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
દાદાના દેરાસરની વિશાલતાને અદભુતતા
૦ આ દેરાસર મૂલ જમીનથી બાવન હાથ ઊંચું પર્વતની જેમ શોભે છે. તે મંદિરની ઊંચાઇ પાછલથી અથવા બાજુથી દેખાશે.
૦ આ દેરાસરના આગળના શિખરમાં ૧૨૪૫ – કુંભના મંગલ ચિહનો સહુનું મંગલ કરવાની સાક્ષી પૂરે છે.
–
૦ આ દેરાસરમાં સિંહના–૧– વિજ્ય ચિહનો શોભી રહ્યાં છે. જે ચિહનો તમને સંસારમાં વિજ્ય કરવા માટે મૂક પ્રેરણા આપે છે.
૦ આ દેરાસરમાં ચારે દિશામાં ચાર યોગિની અને દશદિકપાલો આપણું રક્ષણ કરવા માટે તૈયાર ઊભાં છે.
૦ આ મંદિરની ચારે તરફ દેવકુલિકાઓ – દેરીઓ છે.
૦ ચાર ગવાક્ષો – બત્રીશ તોરણો – અને બત્રીશ પૂતળીઓથી મંદિરની શોભા ખૂબજ રમણીય લાગે છે.
–
૦ વળી આ મંદિરમાં આરસ પહાણના ૨૪– હાથીઓ ને ૭ર – આધાર સ્તંભો શોભામાં અભિવૃદ્ધિ કરી
રહ્યા છે.
И
૦ આ દેરાસરને જ્યારે બાહડમંત્રીએ બનાવેલું ત્યારે તેનું નામ “ ત્રિભુવન પ્રાસાદ ” હતું. પણ તે જીર્ણ થતાં ખંભાતના વતની તેજપાલ સોનીએ તેનો જીર્ણોદ્ધાર કરાવીને સંવત ૧૬૫૦ – માં બંધાવ્યું. ત્યારે તેનું “ નંદિવર્ધન પ્રાસાદ” એવું નામ પાડેલું. અને સંઘના લોકોએ તેની ઉદારતા જોઇને તેને “ કુંબેર ભંડારી ” નું બિરુદ આપેલ હતું.
=
દાદાના દેરાસરની બાજુમાં જમણે ડાબે બે પડખે બે ભવ્ય જિનાલયો છે. જેમાંનું એક દેરાસર જમણી બાજુનું હેવાતું શ્રી સીમંધર સ્વામીનું છે તે આ દેરાસર વસ્તુપાલ-તેજપાલે બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રી આદિનાથ દાદા બિરાજમાન છે. ડાબી બાજુના દેરાસરજીમાં નવા આદીશ્વર પધરાવેલા છે. તેની ક્વિદંતી કંઇક આવી છે.
તેથી નવી મૂર્તિ તે સ્થાને બેસાડવા માટે લાવવામાં આવી. પણ યારે કારીગરોએ દાદાની મૂર્તિને ઉત્થાપન કરવા ગયા ત્યારે ભયાનક અવાજો થયા. તેના કારણે શ્રી સંઘે નક્કી કર્યું કે દાદા અગ્રેજ બિરાજમાન રહેવા માંગે છે. તેથી તેમના સ્થાને પધરાવવા માટે લાવેલી નવી મૂર્તિ બાજુના મંદિરમાં પધરાવવામાં આવી. ત્યારે તેમનું નામ નવા
વર્ષો પહેલાં દાદાના દેરાસર પર વીજળી પડી હતી તે પડવાના કારણે દાદાની નાસિકા ખંડિત થઇ હતી.