________________
શ્રી શત્રુંજય તીર્થમાં દરેક વસ્તુનાં નામો પાડવાનાં વિવિધ કારણો
--
પછી ઉપર ચઢતાં ધોળી પરબ – ભરત રાજાનાં પગલાંની દેરી અને ઇચ્છા કુંડ આવે છે. તે કુંડ સુરતવાલા ઇચ્છાચંદ શેઠે બંધાવેલ હોવાથી તેનું નામ ઇચ્છાકુંડ પડયું. પછી – લીલી પરબ આવે અને કુમારકુંડ આવે. કુમારપાલ રાજાએ આ કુંડ બંધાવેલો તેથી તેનું નામ કુમારકુંડ પાડવામાં આવ્યું. પછી ઉપર ચઢતાં હિગળાજ માતાનો હો જેને ક્હીએ છીએ તે આવે છે. આ હડાનું ચઢાણ જરા વધુ કપરું છે. એટલે લોકોએ તેને આનંદથી લઇને ચઢાણને સહેલું કર્યું. તેથી તેઓ બોલે છે કે :
આવ્યો હિંગળાજનો હો, કેડે હાથ દઈને ચઢે.
ભર્યો પુણ્યનો પડો, ફૂટ્યો પાપનો ઘડો.
આ હડો ખરેખર તો અંબા માતાને નામે જ છે. પણ હિગુલ યક્ષની અંત સમયની માંગણીથી અંબિકા દેવી હિંગળાજના નામે પ્રસિદ્ધ થયાં. એટલે તેને હિંગળાજનો હવે કહેવાય છે અહીં સુધી આવીએ ત્યારે ચઢાણનો અર્ધોભાગ થઇ જાય છે. ત્યાંથી આગળ ચાલતાં ને ચઢતાં પાવતીની ટૂંક આવે છે. જેનું બીજું નામ શ્રી પૂજની ટૂક એમ હેવાય. કારણ કે આની પ્રતિષ્ઠા કરાવનાર સાધુ – શ્રી પૂજ્ય (ગોરજી) હતા માટે.
૮૭૭
ત્યાંથી દર્શન કરતાં અને આગળ ચાલતાં છેલ્લે નવટૂક અને દાદાની ટૂકમાં જવાના બે રસ્તા પાસે એક બાજુ પર શ્રી રામભક્ત હનુમાનની દેરી આવે છે. તેથી તેનું નામ – હનુમાન દ્વાર પડયું. પણ ખરેખર તેનું નામ હનુમાન ધાર હોવું જોઇએ. કારણ કે જે સમયે મોતીશા શેઠ ની ટૂક બંધાઇ નહોતી. કુંતાસરની ખાઇ પુરાઇ નહોતી. તે વખતે દાદાની ટૂકમાં જવા માટે રામપોળના દરવાજા વાળો રસ્તો જ ન હતો. નવટૂકમાંથી જ જવું પડતું હતું. તેથી અહીં ખીણ હોવાના કારણે પર્વતની ધાર હતી તેથી આ સ્થાનનું નામ હનુમાન ધાર એવું ચોક્કસ બેસે છે.
૨ – છીપાવસહી :– આ નાની ટૂક ભાવસાર ભાઇઓએ વિ. સં – ૧૯૭૧ – માં બંધાવી હતી. મૂલનાયક શ્રી આદીશ્વર પ્રભુ છે. ટૂકમાં ૬ – મંદિરો છે. તેમાં જે બે ચમત્કારી દેરીઓ તરીકે પ્રસિદ્ધ છે તે બન્ને દેરીઓ સામે સામે હતી. એક્ની સ્તુતિ કરતાં બીજાને સૂંઠ પડતાં આશાતના થાય તેથી શ્રી નંદીષેણ સૂરીશ્વરે – ક્લ્યાણમંદિર અને ભક્તામર સ્તોત્રની જેમજ ભક્તિ ભરેલા હૈયાંથી અજિત શાંતિનું સ્તવન બનાવ્યું અને બોલ્યા. તેના પ્રભાવે બન્ને દેરીઓ જોડે જોડે થઇ ગઇ.
આ ભાવસાર ભાઇઓને છપાઓનો ધંધો હતો તેથી તેનું નામ છીપાવસહી પાડવામાં આવ્યું.
૩ – સાકરવસહી :– આ ટ્રક અમદાવાદના શેઠશ્રી સાકરચંદ પ્રેમચંદે વિ. સ.. – ૧૯૮૩ – માં બંધાવી હતી. તેમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પ્રાર્શ્વનાથ પ્રભુ છે. આ મૂર્તિ ખૂબ જ મનોહર છે. તે મૂર્તિ પંચધાતુની છે. અને આ ટૂમાં પાંચ પાંડવોનું મંદિર પણ છે. સાકરચંદ શેઠે બંધાવેલ હોવાથી તેનું નામ સાકરવસી – સાકરવસહી પડયું.
૪ - નંદીશ્વર દ્વીપ – ઊજમની ટૂંક :– અમદાવાદના નગર શેઠ પ્રેમાભાઇના ફઇ ઊમ ફઇએ