________________
૮૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
આ ટુકવિ. સં. – ૧૮૯૩- માં બંધાવી હતી. આ ટ્રમાં નંદીશ્વરદ્વીપમાં આવેલાં બાવન જિનાલયોની રચના કરવામાં આવી છે તેથી આનાં બે નામો છે. નંદીશ્વર દ્વીપની ટૂંકુ અથવા ઊજમ ફઈની કુ.
૫ – હેમાવસહી :- અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઇએ આ કું- વિ. સં. –૧૮૮ર – માં બંધાવીને -૧૮૮૬ – માં તેની પ્રતિષ્ઠા કરી હતી. તેમાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે તેમાં બીજાં પાંચ મંદિરો પણ છે. હેમાભાઈ શેઠે આ ટૂકુ બંધાવેલ હોવાથી તેનું નામ હેમવસી – હેમાવસહી પડયું.
૬ - પ્રેમવસી – મોદીની ટૂંક – અમદાવાદના વેપારી મોદી પ્રેમચંદભાઈ લવજીએ આ ટુકુ વિ. સં – ૧૮૩૭ – માં બંધાવી હતી. આ ટ્રકમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ છે. તેની સામે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. તે મંદિરમાં અત્યંત કારીગરીવાળા વખાણવા લાયક સાસુ-વહુના બે ગોખલા છેઆ ટ્રેના બે નામ છે. એક નામ પ્રેમવસી અને બીજું નામ મોદીની ટૂકુ. કારણ કે તેમની અટક મોદી હતી માટે. આ મંદિરમાંથી બહાર નીકળી થોડાક પગથિયાં ઊતર્યા બાદ પહાડના પથ્થરમાં કરેલી – શ્રી આદિનાથ દાદાની –૧૮ - ફૂટ ઊંચી પ્રતિમાજી છે જેને લોકે અદબદજી દાદાના નામે ઓળખે છે જેનું ખરુંનામ અદભુત આદિનાથ છે. વિ. સં. – ૧૬૮૬ – માં ધર્મદાસ શેઠે બનાવીને પ્રતિષ્ઠા કરી હતી. તે પ્રભુની વર્ષમાં એક્વાર પૂજા-પ્રક્ષાલ ને આંગી થાય છે.
૭ – ભાલાવાસી – હાલ મુંબઈમાં પ્રસિદ્ધ જે ગોડીજીનું દેરાસર છે. જેનો હમણાં જ જીર્ણોદ્ધારને પ્રતિષ્ઠા થઈ છે. તેને બંધાવનાર ઘોઘા નિવાસી શ્રી દીપચંદભાઈએ આ ટૂકુ. વિ. સં. – ૧૮૯૩- માં બંધાવી હતી. આ ટ્રમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ છે. તેના માળ ઉપર ચૌમુખજી પ્રતિમા છે. આ દીપચંદભાઈનું હુલામણું નામ બાલાભાઈ હતું. તેથી આ કુનું નામ બાલાપસી અથવા બાલાભાઈની ટુકુ એમ બોલાવા લાગ્યું.
૮-મોતીવસી - મોતીશની ટૂક -આ ટુકુને બાંધવાની શુભ શરૂઆત મોતીશાહ શેઠે કરી હતી. પણ ટૂંકુ બંધાઈને તૈયાર થતાં પ્રતિષ્ઠા પહેલાં તેમનો સ્વર્ગવાસ થયો. તેથી તેમના પુત્ર શ્રી ખીમચંદ ભાઈએ. વિ. સં. - ૧૮૯૩- માં તેની ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી. આ મંદિરનો દેખાવ નલિની ગુલ્મ વિમાન જેવો છે આ ટુકુમાંથી દર્શન કરીને દાદાની ટુકુમાં જવાય છે. આ મોતીશા શેઠની ટુકુ બંધાઈ નહોતી ત્યારે અહીં મોટી કુંતાસરની ખીણ હતી. તે ખીણ પૂરીને આના પર આ ટૂફ બાંધવામાં આવી. મોતીશાહશેઠે આ ટુકુ બંધાવેલી હોવાથી તેનું નામ મોતીશા શેઠની ટૂંકુ એવું પડ્યું.
આ રીતે આપણે નવટુંકુમાં દર્શન – પૂજા કરતાં છેલ્લે મોતીશા શોની ટુકુમાં થઈ દાદાની ટૂકમાં સગાળપોળ સુધી આવીએ અને હનુમાનધાર આગળથી આગલા રસ્તે ચાલી રામપોળ પાસે આવીએ.
આમ યાત્રામાં દાદાની પાસે જવા માટે પાંચ દરવાજા ઓળંગવા પડે પછી દાદાનાં દર્શન થાય. કુંતારની ખાઈ પૂરીને જયારે મોતીશાની ટુકુ બંધાઈ અને આ માર્ગ નવો બન્યો ત્યારે તે વખતે મોતીશા શેઠના માણસોમાં એક મુખ્ય માણસ હતો. તેનું નામ રામજી હતું. તેથી તેની યાદગીરીમાં આ દરવાજાનું નામ રામપોળ પડયું. પછી આવે સગાળ