SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ક (પાલિતાણું પુર ભલું – સરોવર સુંદર પાલ ; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે સક્લ જંજાલ. –૩૭મનમોહન પગે ચઢે – પગ પગ કર્મ ખપાયે તે તીર્થેશ્વર પ્રણમિય, ગુણ ગુણીભાવ લખાય. – ૩૮ –) ખોનાનું દેરાસર:- જ્ય તલાટીમાં ચૈત્યવંદન કરી આગળ ચઢતાં ડાબા હાથે બાબુના દેરાસરમાં જતાં સહુ પ્રથમ કચ્છના રહેવાસી શ્રી ગોવિદજી જેવત ખોનાએ સંપૂર્ણ આરસમાં બનાવેલ નાનું માં દેવવિમાન જેવું રમણીય જિનમંદિર આવે છે. તેનાં દર્શન કરશે. દેરાસર બંધાવનાર પુણ્યાત્માની ખોના અટક હતી માટે તેને ખોનાનું દેરાસર એમ કહેવાય છે. ઘનવસહી બાબુનું દેરાસર:-hત્તાવાળા બાબુ લોકોએ આ દેરાસર બંધાવ્યું હતું. તેથી તેનું એક નામ બાબુનું દેરાસર થયું. અને ધનપતસિંહ બાબુએ આ બંધાવેલું હોવાથી તેનું બીજું નામ ધનવસતિ કહેવાય છે. ૧૪ - સમવસરણ તીર્થ દર્શન મંદિર:- જેનાં ત્રણ નામ છે. ભગવાનના સમવસરણના ત્રણ ગઢ - ચાર દરવાજા – ચૌમુખ પ્રભુ – બાર પર્ષદાઓ – અશેડ્યૂલ – વગેરેની વિવિધ અને મનોહર રચનાઓ હોવાથી તેનું પહેલું નામ સમવસરણ મંદિર કહેવાય. આ મંદિરમાં ૧૮ – પ્રચલિત તીર્થોનાં મંદિરોના ભગવાનની મૂર્તિ અને તેનો ટૂંફ ઈતિહાસ એવી સરસ રીતે આરસના પટમાં લેમિનેશન કરાવેલ છે કે જાણે આપણે સાક્ષાત તે તીર્થમાં ઊભા રહીને જ દર્શન કરતાં હોઈએ તેવો આનંદને ભાવ પ્રગટ થાય છે. માટે બીજું નામ - ૧૦૮ - તીર્થદર્શન મંદિર, આ મંદિરમાં નીચે ભોયતળિયે વચમાં અષ્ટાપદની રચનામાં ચોવીશ તીર્થકર ભગવંતો બિરાજમાન ક્ય છે અનેતેની સામેજ ગોળાકારમાં નયનરમ્ય - મનોહર દેરીઓમાં ૧ – પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ પધરાવવામાં આવી છે માટે ત્રીજું નામ ૧૦- પાર્શ્વનાથ મંદિર પણ કહી શકાય છે. બહારથી જોતાં સમવસરણ દેખાય છે, અંદર જઈને જોતાં અષ્ટાપદની રચનામાં દેખાય ૨૪ – પ્રભુ અને ફરીને જોતાં દેરીઓમાં ૧૦- પાર્શ્વનાથ દેખાય છે. ત્યારે બહારની ભમતીમાં આવીને જોતાં ૧૮ – તીર્થોના રમણીય પટે દેખાય છે. જાણે આ મંદિર અવનવીનતાનો ખજાનોજ જોઈ લો. આ નૂતન અદભુત રચનાવાલા શ્રી સમવસરણ મંદિરના પ્રાણદાતાને પ્રેરક સુરિસમ્રાટના સમુદાયના નેમિ-વિજ્ઞાન કસ્તુરસુરિજીના શિષ્યો બાંધવા બેલડી પૂ. આ.ભ. શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મ. તથા પ.પૂ. આ. ભ. શ્રી વિજયઅશોક ચંદ્રસૂરિજી મ. છે જીવનમાં એક્વાર જરુર આ મંદિરનાં દર્શન કરજો .
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy