________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૮૪
૩૩ - જે મનુષ્ય શ્રી શત્રુંજ્યતીર્થઉપર ચૌવિહારો છ% ભક્ત (બે ઉપવાસ) કરીને સાત યાત્રાઓ કરે છે તે ત્રીજે ભવે મોક્ષપદને પામે છે.
૩૪ – અન્ય સ્થાનમાં સુવર્ણ-ભૂમિ કે અલંકારો આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય સિદ્ધગિરિમાં એક ઉપવાસથી થાય છે.
૩૫ – શ્રી અષ્ટાપદ પર્વત– શ્રી સંમેત શિખરજી – શ્રી પાવાપુરી શ્રી ચંપાપુરી અને શ્રી ગિરનારજી વગેરે તીર્થોની યાત્રા કરતાં જે પુણ્ય થાય છે તેના કરતાં સો ગણું પુણ્ય શ્રી ચામુંજય તીર્થની યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે.
૩૬ - સેંકડો સાગરોપમ સુધી નરકગતિમાં દુઃખો ભોગવતાં જે કમો ન ખપે તેનાથી અધિક કર્મોનો નાશ કારતક મહિનામાં માસખમણની તપશ્ચર્યા કરવાથી ખપે છે.
૩૭ – કાર્તિકી પૂર્ણિમાના દિવસે માત્ર એક ઉપવાસ કરવાથી આત્મા ચાર હત્યા ના પાપથી મુક્ત થાય છે.
૮ - કાર્તિક પૂર્ણિમાએ ભગવંતનું ધ્યાન કરનાર સર્વ પ્રકારનાં સુખો ભોગવીને મોક્ષસુખને પ્રાપ્ત કરનાર બને છે.
૯ - કાર્તિક- ચૈત્ર અને વૈશાખસુદ પૂનમના જેઓ અહી આવી આદરથી દાન અને તપ કરે છે. તેઓ મોક્ષ સુખને પામે છે.
YYYY:
શ્રી સિદ્ધગિરિમાં તપ કરવાથી મળતું ફળ
નવકારશી કરવાથી બે ઉપવાસ ક્યનું ફળ મળે છે. પોરીસ કરવાથી ત્રણ ઉપવાસ કર્યાનું ફળ મળે છે. પરિમુ કરવાથી ચાર ઉપવાસ ક્યનું ફળ મળે છે. એકાસણું કરવાથી પાંચ ઉપવાસ કર્યાનું ફળ મળે છે.