________________
શ્રી શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થતાં ફળો
૮૬૭.
ર૧ – ચંદરવો-છત્ર-સિંહાસન ચામર- વગેરે આપનારને બધી વસ્તુઓ ભવાંતરમાં પ્રાપ્ત થાય છે. મહેન્દ્રધ્વજ અથવા ધજા ચઢાવનારા અનુત્તર વિમાનમાં સુખ ભોગવી શાશ્વતપદને પ્રાપ્ત કરે છે.
રર – પ્રભુના મંદિર માટે સોના-રૂપાકે ત્રાંબાના કળા કરાવનાર સ્વપ્નમાં પણ પીડા પામતાં નથી, અને શાશ્વત મંગલને પ્રાપ્ત કરે છે.
૨૩ – પ્રભુની આંગી કરનારા વિશ્વમાં શૃંગારભૂત બને છે.
૨૪ – પ્રભુની પૂજા માટે ગામ કે વાડી આપનાર ચક્રવર્તી બને છે.
રપ – પ્રભુને ૧૦ –માળા ચઢાવવાથી ઉપવાસ, સો માળાથી %, હજાર માલાવડે અઠ્ઠમ લાખ માલાવડે–૧૫–ઉપવાસ, અને દશલાખ માળાવડે મહિનાના ઉપવાસનું ફળ મળે છે.
- ર૬ – શ્રી શત્રુંજયના માર્ગમાં યાત્રાર્થે જતાં સાધુ અને સંઘની ભક્તિ-પ્રભાવના-વૈયાવચ્ચ વગેરે કરતાં ગિરિરાજ દૂર હોય ત્યાં સુધી કોગણું અને ગિરિરાજ સાક્ષાત નજરે પડતાં અનંતગણું ફળ પ્રાપ્ત થઈ શકે છે.
ર૭ – જે જે મહાનુભાવ મુનિઓને અહીં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેમજ નિવાર્ણ પ્રાપ્ત થયું છે, તેમને વંદન કરવાનું ફળ શ્રી પુંડરીક ગિરિરાજને ભાવસહિત વંદન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે.
૨૮–અન્યતીર્થોમાં તપશ્ચર્યા તથા બ્રહ્મચર્યવડે જે ફળ પ્રાપ્ત થાય છે. તે ફળ શ્રી શત્રુંજયગિરિપર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. : તિની સાનિધ્યતામાં રહેવાથી)
ર૯ - એક ક્રોડ મનુષ્યને ઈક્તિ આહારનું ભોજન કરાવવાથી જે પુણ્ય થાય છે. તેટલું પુણ્ય શ્રી શત્રુંજયતીર્થમાં એક ઉપવાસ કરીને મેળવી શકાય છે.
» – સ્વર્ગમાં-પાતાલમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામ માત્રથી પણ તીર્થ છેતે સર્વતીર્થોને માત્ર શ્રી પુંડરીકગિરિને વંદન કરવાથી–જોયા-સમજવા અર્થાત શ્રી શત્રુંજયતીર્થને વંદન કરવાથી સર્વતીર્થોને વંદન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.
૩૧ – આ શાશ્વત તીર્થરાજને વિષે પૂજા કરવાથી એકગણું પુણ્ય થાય. પ્રતિમાનું સ્થાપન કરવાથી (પ્રતિષ્ઠા કરવાથી) સોગણું પુણ્ય થાય છે. અને એ તીર્થનું પાલન કરવાથી (રક્ષણ) કરવાથી અનંગતણું પુણ્ય થાય છે.
૨ – જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખરઉપર શ્રી જિનેશ્વરપ્રભુની પ્રતિમા બેસાડે અથવા ચૈત્ય કરાવે તે ભરતક્ષેત્રને ભોગવીને એટલે ચશ્વર્તીથઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે. એટલે સ્વર્ગ અને મોક્ષના સુખને પામે છે.