________________
શ્રી સિદ્ધગિરિમાં તપ કરવાથી મળતું ફળ
૮૬૯
આયંબિલ કરવાથી પંદર ઉપવાસ ક્યનું ફળ મળે છે.
ઉપવાસ કરવાથી એક મહિનાના ઉપવાસ ક્યનું ફળ મળે છે.
* આ રીતે શ્રી શત્રુંજયગિરિરાજમાં જેટલી તપશ્ચર્યા થાય તેનો કઇગુણો લાભ આ તીર્થમાં મલે છે. માટે પ્રમાદ ર્યા સિવાય અને શક્તિને સંતાડયા વગર જેમ બને તેમ વધુ તપ કરવાની ભાવના રાખવી.
એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે બીજા સ્થાનમાં કરેલાં પાપોને છેડવા માટે આ તીર્થ સ્થાન ઉત્તમોત્તમ છે. પણ જો આ સ્થાનમાં આવી પાપ કરવામાં આવે તો તે પાપ કર્મનો તીવ્ર વિપાક ભોગવવી પડે અને દીર્ધકાલ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે માટે અહીં આવ્યા પછી ગલે ને પગલે સાવચેતીપૂર્વક જીવન જીવવું જોઈએ.
શ્રી શત્રુંજયના-થયેલા-ઉધારો
(ઉપદેશ પ્રાસાદ ભાષાંતર-ભા-ત્રીજાના આધારે)
| ૧)- શ્રી સિદ્ધાચલ તીર્થ શાસ્વત છે. તેમ જાણીને એક દિવસ ભરત ચક્રવર્તી શ્રી સંઘ સાથે તેની યાત્રાએ ગયા. ત્યાં પહોંચીને ઇન્દ્રના વચનથી ચક્રવર્તીએ હીરા-માણેક-મોતી-અને રત્નોથી સુશોભિત ચોરાશી મંડપવાળો રૈલોક્યવિભ્રમ નામે ભવ્ય પ્રાસાદ કરાવ્યો. આ પ્રાસાદ એક કેસ ઊંચો-ઘેઢોસ-વિસ્તીર્ણ-અને હજાર ધનુષ્ય પહોળો હતો.આ ભવ્ય પ્રાસાદમાંભરતે સુવર્ણરત્નમય શ્રી જિનબિંબ સ્થાપન ક્યુ.આમ પ્રથમ સંધપતિ-ભતચક્વર્તીએ શ્રી શત્રુંજ્યતીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવ્યો.
(૨)- તે ઉદ્ધાર થયા પછી છ કરોડ પૂર્વે શ્રી ભરત ચક્રવર્તીની આઠમી પાટે (પઢીએ) દંડવીર્ય રાજા થયો. તેણે પણ સંઘપતિ થઈને શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો. આ દંડવીર્ય રાજાને પણ આરીસા ભવનમાં ક્વળજ્ઞાન થયું હતું.
(૩) – ત્યાર પછી એકસો સાગરોપમનો સમય વીત્યા બાદ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી જિનેશ્વર ભગંવત પાસેથી આ તીર્થનું વર્ણન અને મહિમા સાંભળીને ઈશાનમાં તેનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો.
(૪) – ત્યાર પછી એક કરોડ સાગરોપમના સમય બાદ માહેન્દ્ર ઈન્ટ શ્રી શત્રુંજયનો ચોથો ઉદ્ધાર કરાવ્યો