________________
શ્રી આદીશ્વર દાદાની ત્રીજી પ્રદક્ષિણા
દેરાસર છે ત્યાં દર્શન કરવાં. આગળ ચાલતાં દાગીના મૂક્વાની સુરક્ષિત તિજોરીની રૂમ આવે છે. પછી ત્યાંથી શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરી આગળ વધાય છે. ત્યાંથી દર્શન કરતાં ને આગળ ચાલતાં રથ મૂક્વાના ઓરડાના બાજુના દેરાસરમાં દર્શન કરી વીશ વિહરમાત પ્રભુના દેરાસરમાં જવાય છે. આ મંદિરના ગભારામાં વીશ વિહરમાન અને રંગ મંડપમાં – ૨૪ – પ્રભુજી છે. ત્યાં દર્શન કરી આગળની દેરીઓમાં દર્શન કરતાં આગળ જવાય છે. અને પછી દર્શન કરતાં અષ્ટાપદજીના દેરાસરમાં અવાય છે. ત્યાં અષ્ટાપદની રચના કરીને (૪–૮–૧૦–૨–ચત્તારિ–અષ્ટ–દશ ઘેય) કુલ ચારે દિશામાં થઈને ચોવીશ તીર્થંકરો બિરાજમાન કર્યા છે. અહીંયાં ઉપરના ભાગમાં રાવણ રાજા અને મંદોદરી રાણીને નૃત્ય કરતાં દેખાડયાં છે. તેમજ સૂર્યનાં કિરણોને પકડીને ઉપર ચઢતા ગૌતમ સ્વામીને બતાવ્યા છે. તથા પગથિયામાં કાયાનું કષ્ટ કરતા ૧પ, તાપસોને પણ બતાવ્યા છે. ગોખલાઓમાં બીજી પણ પ્રતિમાઓ છે તેનાં દર્શન કરીને આગળની દેરીઓમાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. તેની પાસે થઇ બહાર નીક્ળતાં રાયણ પગલાંની આરસમય દેરી આવે છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં ખૂબજ સુંદર – વિશાલ –લક્ષણો યુક્ત અને ચાંદીથી મઢેલાં પગલાંની જોડી છે. શ્રી આદીશ્વર ભગવાન ઘેટીની પાગથી પૂર્વ નવ્વાણું વાર અહીં રાયણવૃક્ષની નીચે પધારીને સ્થિતા કરતા હતા. તેથીજ તેની કાયમી યાદગીરી માટે રાયણવૃક્ષ નીચે દેરીમાં તેમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે.
૫૭
'
ત્યાંથી આગળ ચાલતાં એક દેરીના ખૂણા ઉપર દાદાનું નમણ (અભિષેકનું પાણી ) નાંખવાની એક નાની બારી છે. તે જલ ત્યાંથી નીચે પડીને છ ગાઉની યાત્રામાં “ ઉલખાજલ " નામના સ્થલ પાસે આવે છે. તેનાથી આગળ એક ઓરડીમાં ભરત – બાહુબલી અને નમિ – વિનમિની મૂર્તિઓ છે તેનાં દર્શન કરવાં.
ત્યાંથી દર્શન કરીને આગળ ચાલતાં એક દેરીના ગોખલામાં શ્રાવક અને શ્રાવિકાની ઊભી મૂર્તિ છે. તે મૂર્તિ સમરાશા અને તેમની પત્નીની છે. જેઓએ આ ગિરિરાજનો પંદરમો ઉદ્ધાર ર્યો હતો. પછી દેરીઓમાં દર્શન કરતાં અને આગળ ચાલતાં ૧૪–રતનનું દેરાસર આવે છે. આ દેરાસર એવી પદ્ધતિથી બાંધવામાં આવ્યું છે કે ગભારામાં અને રંગમંડપમાં થઈને તેમાં ૧૪– પ્રતિમાજીઓ સ્થાપન થઇ શકે. ને તેટલી પ્રતિમાઓ પધરાવી છે. અહીં પ્રતિમાજીને રત્નની ઉપમા આપી છે. માટે તેનું નામ – ૧૪ – રત્નનું દેરાસર એવું પડયું છે. ત્યાંથી દર્શન કરીને આગળ ચાલતાં જયાં બીજી પ્રદક્ષિણા પૂર્ણ થતી હતી ત્યાંથી એક દેરીને કાઢી નાંખીને એક રસ્તો બનાવ્યો છે. જે રસ્તાથી અંદર નવી ટૂકમાં જવાય છે.
નવી ક
દાદાના દેરાસરવાળી મુખ્યપોળ જે રતન પોળ છે. તેમાંથી જે દાદાના દેરાસરૂી ભીતે જે નાની દેરીઓ હતી. તે અને બીજા સ્થાનોમાંથી ઉત્થાપન કરેલાં જે નાનાં – મોટાં – ૫૦, પ્રતિમાઓ હતાં તે પ્રતિમાઓને આ નવી ટૂકમાં વચલા ભાગમાં મુખ્ય મંદિર શિખરબદ્ધ બનાવીને દેરીઓ બનાવીને પ્રતિમાજીઓ પધરાવવામાં આવ્યાં. આ નવી ટૂની પ્રતિષ્ઠા – સંવત - ૨૦૩ર – માં જુદા જુદા ગચ્છના આચાર્ય ભગવંતોના હાથે થઇ.