SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ( એક વખત આ સ્થાનમાં સ્નાન કરવા માટેનું ધાબું – સ્થાન હતું ) આ નવી ટૂકૂના દર્શન કરી બહાર આવી આગળ ચાલતાં એક ગોખલો આવે છે તેમાં ૨૪ – તીર્થંકર પ્રભુની માતાઓએ પોતાનાં તીર્થંકર પુત્રોને ખોળામાં લીધેલા છે તેવી આરસની અંદર ઉપસાવેલી કોતરણી કરેલી છે. ત્યાંથી આગળ ચાલતાં છેલ્લે ગંધારિયાનું દેરાસર આવે છે. તેમાં ચૌમુખ પ્રતિમાજી બિરાજમાન કર્યાં છે. ઉપરના ભાગમાં પણ પ્રતિમાજી છે. તેનાં – દર્શન કરવાં. આ સમગ્ર દેરાસરને કારીગરે ક્ળા અને શિલ્પની દૃષ્ટિએ એક નમૂના જેવું બનાવ્યું છે. અહીંથી દર્શન કરીને શ્રી પુંડરીક સ્વામીના દેરાસરમાં જવાય છે. શ્રી પુંડરીક સ્વામીના ગભારામાં અને આજુબાજુના બે ઓરડામાં અને મંડપના બે ઓરડામાં પણ ઘણાં પ્રતિમાજીઓ છે ત્યાં પણ દર્શન કરવાં. આ ત્રણ પ્રદક્ષિણા પૂરી. શ્રી પુંડરીક સ્વામીની મૂર્તિને સોલમા ઉદ્ધારના કર્તા કરમાશાએ સંવત – ૧૫૮૭ – માં ભરાવેલાં છે. તેનો લેખ પણ અત્યારે વિધમાન છે. શ્રી પુંડરીક સ્વામી ગણધર એટલે ગુરુ મહારાજ કહેવાય. છતાં પણ તેઓની આ પ્રતિમા સિદ્ધ અવસ્થાની સ્થાપન કરેલી હોવાથી પ્રભુની જેમજ પૂજી શકાય છે. તેમાં કોઇ પણ દોષની સંભાવના નથી. ત્રણ પ્રદક્ષિણા પૂરી પાંચ – ચૈત્યવંદનો શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવનાર ભાવિક આત્માએ એકયાત્રા દીઠ પાંચ ચૈત્યવંદનો અવશ્ય કરવાનાં હોય છે. તે આ રીતે. (૧) સહુથી પ્રથમ ચૈત્યવંદન શ્રી ગિરિરાજ તળેટીમાં જ્યતલાટીએ કરવાનું હોય છે. (ન આવડતું હોય તો ચોપડીમાં જોઇને પણ કરજો ) (૨) બીજું ચૈત્યવંદન શ્રી ગિરિરાજ ઉપર ચઢતાં – પહેલો દરવાજો રામપોળ – બીજો દરવાજો સગાળપોળ અને ત્રીજો દરવાજો વાઘણ પોળ, એ ત્રણ દરવાજા પસાર કર્યા પછી તરત જ આપણા ડાબા હાથે સહુ પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર આવે છે. ત્યાં કરવાનું હોય છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy