________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
સ્પદ
શ્રી આદીશ્વર દાદાની બીજી પ્રદક્ષિણા
જેને આપણે અત્યારે સીમંધર સ્વામીનું દેરાસર કહીએ છીએ. ત્યાં પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ. બરોબર તેનીજ સામે નવા આદીશ્વરનું દેરાસર છે. ત્યાંથી બીજી પ્રદક્ષિણા શરુ થાય છે. આ દેરાસર વસ્તુપાલ તેજપાલે બંધાવેલું, છે તેવું અનુમાન થાય છે. આ દેરાસરનું નામ “નવા આદીશ્વરનું દેરાસર "એવું નામ કેમ પડયું? તેની કથા પુસ્તકોમાં છે ત્યાંથી વાંચવા મલશે.
અહીં નવા આદીશ્વર પ્રભુનાં દર્શન કરી આગળ જતાં પગલાંઓની દેરીઓ છે. તેની બાજુમાં થઈ પાછળ મેરુ છે ત્યાં જવાય છે. ત્યાં પ્રભુનાં દર્શન કરીને ભમતીમાં આગળ આગળ દર્શન કરતાં આગળ વધાય છે. પછી પ્રભુજીના વરધોડાનો સામાન રથ વગેરેને મૂક્વાની ઓરડીથી નીચે ઊતરીને સમવસરણના દેરાસરે દર્શન કરવાં. તેની જોડે સમેત શિખરજીનું દેરાસર છે. તેમાં આઠ દિશામાં થઈને ર૦ – પ્રતિમાજીઓ છે. અને પગલાંઓ પણ છે તેથી તેને સમ્મત શિખરજીનું દેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરવાં. આ બન્ને દેરાસરો ભેગાં છે.
તેની બાજુમાં પ્રક્ષાલના પાણી માટેનું ટાંકે આવેલું છે. તેના ઉપરની દેરી અને પગલાં નવાં બનાવ્યાં છે. ત્યાંથી આગળ ચાલતાં અને પગલાંઓનાં દર્શન કરતાં રાયણવૃક્ષના પાછલા ભાગમાં આવી જવાય. ત્યાંથી બહાર આગળ આવી શ્રી આદીશ્વર દાદાનાં પગલાંનાં દર્શન કરી આગળ વધવાનું અને પછી – ૧૪પર – ગણધર પગલાંની ઉપર જવા માટે જે પથ્થરની નિસરણી બનાવી છે તેનાવડે ઉપર જઈ મોટા દેરાસરમાં બહાર તથા અંદર દર્શન કરવાં તથા સીમંધર સ્વામીના મંદિરમાં ઉપર રહેલા ચૌમુખજીનાં દર્શન કરી નીચે ઊતરવું અને પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દર્શન કરવા અહીં બીજી પ્રદક્ષિણા પૂરી થાય છે. પછી ગંધારિયાના દેરાસરની બાજુમાંથી આગળ જવાય.
LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL
on
શ્રી આદીશ્વર દાદાની ત્રીજી પ્રદક્ષિણા
સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરુ થાય છે. આ દેરાસર પાંચ ભાઈઓએ બંધાવેલ છે. અને તેમાં પાંચ પ્રતિમાજી પધરાવેલાં છે. માટે તેનું નામ પાંચ ભાઈનું મંદિર કહેવાય છે. ત્યાંથી આગળ જતાં શ્રી પુંડરીક સ્વામીના દેરાસરના બાજુની ભીતે દેરાસર છે ત્યાં દર્શન કરવાં. ત્યાંથી આગળ ચાલતાં બાજુમાં બાજરિયાનું