________________
શ્રી પાદલિપ્ત સૂરિએ કરાવેલા ઉદ્ધારની ક્યા
નાગાર્જુન ! તું આકાશમાં ગરુડની જેમ ભ્રમણ કરીશ.
ગુરુએ હેલી વિધિ કરીને જતાં એવા નાગાર્જુને એક વખત ગુની પાસે સુવર્ણ સિદ્ધિને કરનારું વચન સાંભળ્યું. ગુરુએ વ્હેલી શ્રેષ્ઠ વિધિવડે શ્રેષ્ઠ રસસિદ્ધિ કરાયે છતે નાગાર્જુન તેનો ( તે રસનો ) પિંડ કરવા માટે જરાપણ શક્તિમાન થતો નથી. તે પછી ગુરુનાં ચરણની પાસે રસબંધ સાંભળીને તેણે શ્રેષ્ઠ નગરમાં ઉત્તમ પ્રભાવવડે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ જોઇએ એમ સાંભળીને હે વાસુકિ ! કાંતિપુરમાં શ્રેષ્ઠ પ્રભાવવાળું પાર્શ્વનાથનું બિંબ છે એ પ્રમાણે પાદલિપ્તસૂરિના મુખેથી નાગાર્જુને સાંભળ્યું. પહેલાં દ્વારિકામાં શ્રેષ્ઠ પ્રભાવને ધારણ કરનાર સાતસો વર્ષ સુધી કૃષ્ણ વડે હર્ષથી પુષ્પોવડે પૂજાયું હતું. તે બિંબ દ્વારિકા બળી ગયે છતે સમુદ્રની અંદર સંપુટના મધ્યમાં રહેલું સેંકડો વર્ષ સુધી રહ્યું હતું.
૪૯૫
કાંતિ નગરના રહેવાસી ધનશેવડે એક વખત તે બિંબ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ શોભાવાલી કાંતિપુરીમાં લાવ્યા હતા. આ સાંભળી તે વખતે નાગાર્જુને કાંતિપુરમાં યત્નવડે એકાંતમાં રખાતા તે બિંબને ક્ષણવારમાં હરણ કર્યું. સેઢી નદીના ક્વિારે ગુપ્તપણે તે બિંબને મૂકીને શ્રેષ્ઠ પુષ્પોવડે પૂજીને પ્રભુની આગળ રસસિદ્ધિની શરૂઆત કરી. શ્રી પાર્શ્વપ્રભુની દ્રષ્ટિના વિષયમાં વારંવાર રસને ધમી ધમી નાગાર્જુને મનોહર એવી પૂર્ણ સુવર્ણસિદ્ધિ કરી. સેઢી નામની નદીના ક્વિારે શ્રી પાર્શ્વપ્રભુની દ્રષ્ટિના વિષયમાં તેણે રસને વિષે સ્તંભન પ્રાપ્ત કર્યું. આથી તે સ્તંભનક પુર થયું. તે સ્તંભનક નામના નગરમાં સ્તંભનક નામનો પ્રાસાદ નાગાર્જુને ઘણા ધનનો વ્યય કરી કરાવ્યો. ત્યાં તે જિનાલયમાં નાગાર્જુને અત્યંત પ્રભાવને ધારણ કરનારા શ્રી પાર્શ્વનાથના તે બિંબને વેગથી સ્થાપન કર્યું. સ્તંભન તીર્થમાં રહેલાં તે પાર્શ્વનાથની પ્રતિમાને હું સ્તવું છું કે પૂર્વના માણસોવડે જુદા જુદા સ્થાનમાં નિવાસ કરનારી પ્રતિમા પ્રસિદ્ધિ પામી હતી.
૧૧ લાખ વર્ષ સુધી વચ્ચે તેની પૂજા કરી હતી. સાત વર્ષને નવ દિવસ સુધી રામે તેની પૂજા કરી હતી. ૮૦ હજાર વર્ષસુધી તક્ષક નાગવડે તે પૂજાઇ. સૌધર્મેન્દ્રવડે લાંબા કાળ સુધી પૂજાયેલાને નમન કરાયેલા તે જિનોત્તમ આજે પણ વાસુદેવને માટે તે સમુદ્રથી કાંતિનગરમાં બે હજાર વર્ષ સુધી પદ્માવતીથી પૂજાઇ હતી. તે ( મૂર્તિ ) પાદલિપ્તસૂરિના આદેશથી નાગાર્જુન યોગીવડે સેઢી નદીના ક્વિારે લવાઇ.
હે સ્વામી ! તે પ્રતિમાની આગળ તેનાવડે રસનો સ્તંભ કરાયો તેથી પૃથ્વીતલમાં તે સ્તંભન નામે તીર્થ થયું. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિવડે નવ અંગને આપનાર હે નાથ ! તમે ફરીથી પ્રગટ કરાયા. દુષ્ટ એવા મ્લેચ્છ સુભટોવડે ગૂર્જરદેશ વ્યાકુલ કરાયે છતે મંગલરૂપે અગ્નિ – ચંદ્રને મેઘ સ્તંભનતીર્થમાં અવતર્યા (આવ્યા ) સવારમાં ઊઠીને જિનેશ્વરની પાસે જે પ્રવીણ પુરુષ આ સ્તોત્રને ભણે છે તે રોગ – સર્પ – શત્રુ – ગ્રહ અને સિંહની શંકાને બ્રેડીને યશરૂપી લક્ષ્મીવાલો તે તિલકરૂપ થાય છે.
તે પછી શત્રુંજ્યને વિષે જઇને શ્રી પાદલિપ્તસૂરિ સહિત નાગાર્જુન વિસ્તારથી સ્નાત્ર પૂજા વગેરે અત્યંત કર્યું. જિનમંદિરને જીર્ણ થયેલું જોઇને તે વખતે આદરથી નાગાર્જુને ઉદ્ધાર કર્યો. મહોત્સવ કરતાં ગુરુનું નામ આપ્યું. ખરેખર પાદલિપ્ત ગુરુવડે ઉદ્ધાર કરાયો છે. આ પ્રમાણે શ્રી શત્રુંજયને વિષે તે નાગાર્જુન પ્રસિદ્ધિને વિસ્તારતો હતો. તે પછી નાગાર્જુને પાદલિપ્તનામનું નગર ગુરુના નામવડે વસાવીને જિનમંદિર કરાવ્યું અને સારા ઉત્સવપૂર્વક શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું બિંબ સ્થાપન કરીને નાગાર્જુને મોક્ષ ગમનને યોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું.. શ્રી પાદલિપ્તસૂરીશ્વર ઘણા