SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જલા શી શકુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર તમે પૃથ્વી ઉપર અવતર્યા છે. આ બાજુ આર્ય ખપૂટવડે જે બ્રાહ્મણ વગેરે કેટલાક તાપ પમાડાયા હતા. તેઓ વિધાના સમુદ્ર એવા આના બલથી દીક્ષા ગ્રહણ કરાવાયા.તે બ્રાહ્મણોમાંના પોતાના પાટલીપુત્રમાં રહેલા બ્રાહ્મણો પૂર્વના વૈરથી જૈન મુનિઓને ઉપદ્રવ કરે છે. આ વૃત્તાંત લોકોના મુખેથી સાંભળીને આકાશમાર્ગે પાટલીપુત્રમાં આવીને આ પ્રમાણે બોલ્યા કે હે જૈનમતનો છેદ કરનારા બ્રાહ્મણો! નિચ્ચે શત્રુને હણનાર હું હોતે તે મારી વાણીરૂપી લાત વડે નાશ પામેલા તમે યમના ઘરે જશો. જીર્ણ એવી પણ લાકડી થાલીના ભાંગવા માટે થાય છે. તમે ફોગટ જૈન મતને હણવાની ઈચ્છાવાલા છો. सूरिणा हक्किताः केचि-नेमुनष्टाश्चकेचन। मूर्छिताः केचिदेव स्युः केचित् कम्पितवक्षसः॥ આચાર્યવડે હાંક મરાયેલા કેટલાક નમ્યા, કેટલાક નાસી ગયા, કેટલાક મૂચ્છ પામ્યા. ને કેટલાક કંપાયમાન છાતીવાલા થયા. શ્રી પાદલિપ્તસૂરિ ત્યાં સર્વાના મતનો પ્રકાશ કરીને શ્રી મુનિસુવ્રત અરિહંતવડે પવિત્રિત એવા ભચના ઉધાનમાં ગયા.ત્યાં આર્યખપુટના સંપ્રદાય પાસેથી મનોહર ક્લાઓ તેમણે તેવી રીતે ગ્રહણ કરી કે જેથી આચાર્ય ગુરુ સરખી બુદ્ધિવાલા (બૃહસ્પતિ સરખા) થયા. આ બાજુ મનોહર એવા શ્રી શત્રુંજયગિરિના ઢેક શિખર ઉપર સ્પણસિંહ રાજાની ભોપાલા નામની રૂપને લાવણ્યથી ભરેલી પુત્રી હતી. ન્યાને જોતાં નાગોના રાજા વાસુકીને તે જ વખતે અનુરાગ થયો. રૂપથી શોભતી તે કન્યાને વાસુકીવડે સેવન કરાવે તે સ્પલાવણ્યથી શોભાને ધારણ કરનારે નાગાર્જુન નામે પુત્ર થયો. પિતા એવો વાસુકી હંમેશાં પુત્રને સ્નેહથી સર્વ ઔષધિઓનાં ફલ – મૂલ –ને પાંદડાં વગેરે ખવરાવતો હતો. ઔષધિઓના પ્રભાવથી તે “ મહાસિદ્ધિયુક્ત સિદ્ધપુરુષ" એ પ્રમાણે નામ બધા લોકને વિષે પ્રસિદ્ધિ પામ્યું. તે વાસુકીનો પુત્ર નાગાર્જુન પૃથ્વીઉપર ફરતો હતો. અને સાતવાહન રાજાનો ક્લાગુરુ થયો. નાગાર્જુન આકાશગામી વિધા માટે પાલિપ્તસૂરિના સ્થાનમાં હંમેશાં આદરપૂર્વક પાલિપ્ત ગુને સેવતો હતો. એક વખત ભોજનના અવસરે આચાર્ય મહારાજ - નાગાર્જુન દેખતે ને પગના લેપના યોગથી આકાશમાં ઊડીને ગયા. અષ્ટાપદ આદિતીર્થને નમીને આકાશમાંથી પોતાને સ્થાને આવેલા આચાર્યને જાણીને નાગાર્જુન ચમત્કાર પામ્યો. આ પ્રમાણે દિવસે દિવસે આકાશમાર્ગે જતાં જોઈને નાગાર્જુન ગુનાં બે ચરણની ભક્તિ કરવા લાગ્યો. હંમેશાં ગુનાં બે ચરણોને પ્રક્ષાલન કરતાં નાગાર્જુને તે વખતે ૧૦૭ – ઔષધિઓનાં નામો જાયાં, તે મનુષ્ય ગુના પગના પાણીની ગંધથી ૧૦૭ ઔષધિઓનાં નામ – સ્થાન આદિ ભેદ અનુક્રમે જાગ્યાં. તે ઔષધિઓને લઈને ઘસી ઘસીને પગનો લેપ કરીને આકાશમાં ઊડીને નાગપુત્ર પૃથ્વી પર પડ્યો. ઘણી વખત આકાશમાં ઊડતોને ફરીથી પૃથ્વી પર પડશ્નો નાગાર્જુન તે વખતે ઘણા વ્રણ (ઘા) થી જર્જરિત થયો. તે વખતે નાગાર્જુન પાસેથી આકાશમાં ઊડવાનું વૃતાંત સારી રીતે સાંભળીને ગુરુ ચિત્તમાં અત્યંત ચમત્કાર પામ્યા. તે વખતે વિનયથી તેનાવડે પુછાયેલા ગુએ કહયું કે સાઈઠ ચોખાના પાણી વડે બધી ઔષધિઓને પ્રગટપણે વાટીને તે પગનાં તલિયામાં તે વનસ્પિતિઓનો લેપ આપીને તે
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy