________________
જ
શ્રી શત્રુંજ્ય-લ્પવૃત્તિ-ભાષાંતર
મનુષ્યોને પ્રતિબોધ કરતાં સુંદર એવા પ્રતિષ્ઠાનપુરના ઉધાનમાં સમોસર્યા. (પધાર્યા, ત્યાં નજીકના પ્રદેશમાં શ્રેષ્ઠ ગોદાવરી નદી છે. તે નદી સ્ત્રીઓનાં અંગનાં કેશર અને ઘણી કસ્તુરી આદિ પાણીથી ભીંજાયેલી છે. શ્રેષ્ઠ બુદ્ધિવાલો સાતવાહન રાજા તે નગરનું રક્ષણ કરે છે. તે રાજા યોદ્ધાઓમાં અને વિદ્વાનોમાં મુખ્ય છે. દાનના વ્યસનવાલો છે. નીતિવાલો ને ધનવાળો છે. તેની સભામાં કોઈક મનુષ્ય આવીને આ પ્રમાણે કહયું કે સર્વવિધાવાલા શ્રી પાદલિપ્તગુરુ અહીં આવ્યા છે. તે પછી સર્વપંડિતોએ એક ઠેકાણે ભેગા થઈને તે જ વખતે પોતાના સેવકના હાથે થીજી ગયેલા ઘીથી ભરેલું કચોલું તે શ્રી ગુરુની સન્મુખ નિચ્ચે તેમની પાસે મોલ્યું. આચાર્ય મહારાજે તે ધીની અંદર એક મજબૂત સોય નાખી અને તેવી અવસ્થાવાલું કચોલું તે ઉત્તમ ગુરુએ પાછું રાજાની પાસે મોલ્યું. તેથી રાજાએ આ કહયું.
હે પંડિતો ! થીજી ગયેલા ઘીથી ભરેલા કોલામાં ઉતમગુરએ સોય નાંખી તેનોભાવ શું છે? તે કહો ! પંડિતો બોલ્યા કે તે શ્રેષ્ઠ ગુરુએ તમને હમણાં જણાવ્યું છે કે થીજી ગયેલા ઘીથી ભરેલા પાત્રની જેમ આ નગર પંડિતોવડે ભરેલું છે. જેથી હમણાં થીજી ગયેલા ઘીની અંદર સોય પેઠી તેમ પંડિતોથી ભરેલી તમારી નગરીમાં પ્રવેશ કરું છું તે પછી રાજા પંડિતો સાથે ગુરુજી સન્મુખ ગયો. અને વિશાલવાણીવડે ગુરુનાં ચરણકમલની ફરીથી સ્તુતિ કરી. નગરની અંદર આવેલા ગુરુએ તેવી રીતે ઘમદેશનાઆપી કે જેથી રાજા ગુને વિષે અત્યંત ભકત થયો. શ્રી પાદલિપ્તસૂરિએ નિર્વાણકલિકા પ્રશ્નપ્રકાશ વગેરે ચિત્તને ચમત્કાર કરનારાં શાસ્ત્રોની રચના કરી.
અને નવી તરંગલોલા નામના સંપૂકાવ્યની રચના કરી. ને આચાર્ય મહારાજે રાજાની આગળ પ્રગટપણે કહ્યું. ચંપે કાવ્યના અર્થને સાંભળીને રાજા ઘણો તુષ્ટ થયો. જેથી તેણે પાદલિપ્તસુને ક્વીન્દ્ર એ પ્રમાણે નામ આપ્યું.
शाणोत्तीर्णमिवो ज्ज्वलद्युतिपदं, बन्धोद्धनारीश्वरः श्लाघालङ्घन जाङिघको दिवि लतोद्भिन्नेव चाथोद्गति: ईषच्चूर्णितचन्द्रमण्डलगलत्पीयूषहृद्यो रस
स्तत्किञ्चित् कविकर्म मर्म न पुनर्वाग् डिण्डिमाडम्बरः ॥१॥ સરાણથી તેજસ્વી કરાયો હોય તેમ ઉજજવલકાંતિના સ્થાનરૂપ. અર્ધનારીશ્વર = શંકર જેવો જેનો બંધ (ગૂંથણી) છે. વખાણનું ઉલ્લંઘન કરવામાં મોટી જવાવાળો, જાણે બ્લ્યુવેલડી ઊગી હોય એવો જેના અર્થનો ઉદ્દગમ છે, કાંઇક ચૂર્ણ કરાયેલા ચંદ્રમંડળમાંથી ઝરતા અમૃત સરખો જેનો મનોહર રસ છે. તે કાંઇક કવિના કર્મનું રહસ્ય છે. પરંતુ તે ફક્ત વાણીના ડિડિમનો આડંબર નથી.
આ પ્રમાણે બીજા કવિઓ આદરથી સુરિજનની સ્તુતિ કરતા હતા. પરંતુ એક વિદ્વાન વેશ્યા ક્યારે પણ પોતાની વાણીવડે ગુસ્ની સ્તુતિ કરતી નથી. તે પછી રાજાવડે કહેવાયું કે આપણે બધા તુષ્ટ થયેલા ગુરુની સ્તુતિ કરીએ છીએ (પણ) આ વેયા ગુણના સમુદ્ર એવા ગુરુની ક્યારે પણ સ્તુતિ કરતી નથી. આ ગણિકા મારી સ્તુતિ કરતી નથી. એમ જાણીને આચાર્ય મહારાજ તેવી રીતે ધ્યાનમાં રહયા કે જેથી મૃત્યુ પામેલા થયા. પવનને જીતવાના સામર્થ્યથી મડદાની જેમ રહેલા ગુરુને શિષ્યોએ પાલખીમાં ચઢાવેલા ર્યા. અને પાલખીને ઉપાડીને તીક્ષ્ણ મુખવાલા શિષ્ય કહયું કે આપણા ગુરુ હમણાં કર્મયોગથી મરી ગયા. આ સાંભળી ને તે વખતે વેશ્યા ઉત્તમ દાંતવાલી એક્ટમ માટે સ્વરે રતી શ્રી પાદલિપ્તસૂરિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી.