________________
અંગારશા પીરની વાર્તા
૫૧
તેને પ્રત્યક્ષ કરીને સાધ્યો. ત્યારે તેણે કહ્યું કે જો સારી અહીં બર કરવામાં આવશે તો હું ઉપદ્રવ નહીં કરું. આથી તેની મ્બર થઈ. અને તે શાંત થયો.
બીજો મત એવો છે કે જૈન પ્રજા અહિંસક અને બુદ્ધિમાન હોવાથી પીર બનાવીને મુસ્લિમોના હુમલાને બુદ્ધિથી
દૂર ર્યો.
પાપોથી છુટકારો
કોઇપણ આત્માએ પોતાના જીવનમાં અજ્ઞાનતા કે કષાયને આધીન થઈને ચોરી વગેરે જે જે પાપો ક્ય હોય તે તે પાપોથી શ્રી સિદ્ધાચલ તીર્થમાં નીચે પ્રમાણે કાર્યો કરવાથી છૂટી જાય છે. ફક્ત શરત એટલી છે કે એ પાપોનો તમને તમારા હૃદયથી અંતરના સાચા ભાવથી પસ્તાવો થયેલો હોવો જોઈએ. અને એ પાપો હવે જીવનમાં પાછાં બીજીવાર નહિ કરુંનો દઢ સંલ્પ હોવો જોઇએ.
૦ કાર્તિક પૂનમે શ્રી શત્રુંજ્ય ઉપર ચઢીને ઉપવાસ કરે તો નારકીના ૧૦ સાગરોપમનાં કર્મોનો નાશ થાય છે.
શેત્રુંજે ગયા પાપ છૂટિયે, લીજે આલોયણ એમજી, તપ-જપ-કીજે તિહાં રહી, તીર્થકર કહ્યું તેમજ. શેત્રુંજે – ૧ જિણ સોનાની ચોરી કરી, એ આલોયણ તાસજી, ચૈત્રી દિન શત્રુંજય ચઢી, એક રે ઉપવાસોજી. શેત્રુંજે – ૨
વશ્વતણી ચોરી કરી, સાત આંબિલે શુદ્ધ થાય છે,
કાર્તિક સાત દિન તપક્યિા, રત્ન હરણ પાપ જાયજી, શેત્રુંજે – ૩
કાંસા – પિતલ – ત્રાંબા – રાની, ચોરી કીધી જેણેજી,