________________
૮૫૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
આ મોતીશા શેઠની ટક્ની રચના નલિની ગુલ્મ વિમાન જેવી લાગે છે. આખી ટુને ફરતો કોટ – લ્લિો છે. કોટની ચારે દિશાએ ચાર કોઠા છે. અને વચ્ચે બધાં દેરાસરો છે. અને કોટની ભીતે ભી દેરીઓ છે.
આ રીતે આ ટ્રકમાં –૧૬-મોટાં દહેરાસરો છે. ૧૨૩- દેરીઓ છે અને કુલ- ૩૧૧– પ્રતિમાઓ છે – તેમાં૧૪૫ – ધાતુની પ્રતિમાઓ છે. રાયણ પગલાં – ગણધર પગલાં વગેરે પગલાં મલીને ૧૪૫૭ – પગલાંની જોડી છે. અને શેઠ – શેઠાણીની મૂર્તિ – મૂળ દેરાસરમાં રંગમંડપમાં ગોખલામાં પધરાવવામાં આવી છે.
અત્યારે આ ટૂકને વહીવટ સ્વતંત્ર રીતે નીચે પાલિતાણા ગામમાં રહેલી મોતી સુખિયાની ધર્મશાળાની પેઢી કરે છે. એ ધર્મશાળા – તેઓનીજ છે. તેનો વહીવટ સુરતની વીશા ઓશવાલ જ્ઞાતિના ભાઈઓ ટ્રસ્ટી થઈને કરી રહ્યા છે.
અત્યારે પાલિતાણામાં જે જે છરી પાલન કરતા સંઘો આવે છે તેનું સામૈયું દિગંબરની ધર્મશાલાથી જ ચઢે તે સામૈયું શરુ થતાં પહેલાં તે સંઘનું માલા પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. તેમાં સહુથી પ્રથમ સ્વાગત મોતી સુખિયાની ધર્મશાલાવાલા કરે છે. પછી આણંદજી લ્યાણજીની પેઢી કરે. કારણ કે એક જમાનામાં જયારે પેઢી નહોતી ત્યારે ધાર્મિક પેઢી આજ હતી. તેથી તે પ્રથમ સ્વાગત કરતી હતી. તે રિવાજ આજે પણ ફેરફાર થયા વગર ચાલે છે.
અંગારશા પીરની વાર્તા
હનુમાન ધારથી નવને રસ્તે ઉપર જતાં ભીલડીનાં પગલાં આવે છે. ત્યાર બાદ ડાબા હાથે જેના ઉપર લીલી ધજા ફરકે છે. તે અંગારશા પીરની દર્ગા દેખાય છે. તેના માટે જાત જાતની વાર્તાઓ અને માન્યતાઓ પ્રવર્તે છે.
આ પીરની મ્બર પહેલાના જમાનામાં તીર્થની રક્ષા કાજે સ્થાપન કરવામાં આવી હતી, એક દંતકથા એવી છે કે પૂર્વે મુસ્લિમ બાદશાહના જમાનામાં તેઓ સૌરાષ્ટ્ર ઉપર વારંવાર ચઢાઈ કરીને હુમલો કરતા હતા. એમાં એક વખત શાહબુદ્દીન ઘોરીના એક થાણેદાર અંગારશાએ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ઉપર હળ માર્યું. પણ તે સમયે પ્રતિમામાંથી ભમરા ઊડ્યા. અને તે થાણેદાર જીવ બચાવવા માટે ત્યાંથી ઘેડ્યો. ડોળીવાળાના ચોક પાસે આવતાં માર્ગમાં પડીને મૃત્યુ પામ્યો. અને પછી – જન (ઝડ) થયો. યાત્રાળુઓને ઉપદ્રવ કરવા લાગ્યો. એક આચાર્ય ભગવંતે