________________
મંત્રી વસ્તુપાલનો પાંચ શિલા સંબંધી અધિકાર
૮૪૭
મંત્રી વસ્તુપાલનો પાંચ શિલા સંબંધી અધિકાર
મંત્રી વસ્તુપાલ શ્રી શત્રુંજય તીર્થ ઉપર સંઘ લઈને આવ્યા હતા. મૂળ નાયક ભગવંતનો નાત્ર મહોત્સવ ચાલી રહ્યો હતો. તે વખતે બીજાં અનેક શહેરોના સંઘો પણ આવેલા હતા. તેથી માણસોની ઘણી છ (ભીડ) જામી હતી.અભિષેક કરવામાં પણ ઘણા માણસોની ભીડ હતી. માણસોની પડાપડી જોઈને પૂજારીને તે વખતે વિચાર આવ્યો કે આ ધમાલમાં ભગવંતના અંગને કળશ આદિની ઠેકર લાગશે તો ભગવંતની પ્રતિમા ખંડિત થાય તો શું? આમ વિચાર કરી ભગવંતની મૂર્તિને કાંઈ પણ નુકસાન ન થાય તે માટે પૂજારીએ મૂર્તિ ઉપર ફૂલનો ઢગલો ર્યો.
વસ્તુપાલ મંત્રી રંગમંડપમાં બેઠા હતા. તેમણે આ દૃશ્ય જોયું. અને પૂજારીનો ભાવ સમજી ગયા, તે પછી દીર્ધદર્શ એવા વસ્તુપાલ મંત્રીએ મોજુદ્દીન બાદશાહની આજ્ઞા મેળવી તેમના તાબાની ખાણમાંથી સુંદર આરસની પાંચ શિલાઓ (તે સમયે મુસલમાન બાદશાહો પોતાના મહેલો અને મસ્જિદો આરસમાંથી જ બાંધતા હોવાના કારણે આપણને આરસના પથ્થર મલતા નહોતા. તેથી શિલાઓ લાવવી પડી હતી. મેળવી,
(એક મૂળનાયક ભગવંતની મૂર્તિ માટે બીજી પુંડરીક સ્વામીની મૂર્તિ માટે ત્રીજી કપલની મૂર્તિ માટે, ચોથી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ માટે અને પાંચમી – તેજલપુર પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ માટે.)આ પાંચેય શિલાઓ ઘણીજ મુક્લીથી શ્રી સિદ્ધાચલજી ઉપર ચઢાવવામાં આવી, તેમાંથી બે મોટી શિલાઓ ભોંયરામાં મુકાવી. કેમકે કઈ કારણસર મૂળનાયક ભગવંતની મૂર્તિ ખંડિત થઈ જાય કે પ્લેચ્છ આદિ કોઈ નુકસાન પહોંચાડેતો તરતજ આ શિલામાંથી નવી પ્રતિમા બનાવી પ્રતિષ્ઠા કરાવી શકાય.
સંવત-૧ર૯૮–ની સાલમાં વસ્તુપાલનો સ્વર્ગવાસ થયો. તે પછી થોડાજ વર્ષો બાદ સંવત-૧૩૬૯-માં મ્લેચ્છ લોકેએ શ્રી જાવડશાએ પધરાવેલાં શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ અને બીજી ઘણી મૂર્તિઓ તથા મંદિરોઅંક્તિ કરી નાખ્યાં હતાં. તેનો ઉદ્ધાર સમરાશાએ સંવત-૧૩૭૧–માં રાવ્યો હતો. ત્યારે સંઘની આજ્ઞાથી આરસની ખાણમાંથી બીજી નવી શિલા લાવીને પ્રતિમાજી ભરાવવામાં આવ્યાં હતાં. અને પ્રતિષ્ઠા કરાવી હતી. વસ્તુપાલે લાવેલી શિલાઓ એમને એમ વપરાયા વગર ભોંયરામાં પડી રહી હતી. સમરાશાએ પધરાવેલી મૂર્તિ પણ કેટલાંક વર્ષ બાદ બ્લેચ્છેએ હુમલો કરીને ખંડિત કરી નાખી. ક્યાં ત્યાર બાદ તે ખંડિત થયેલી ભગવાનની પ્રતિમાજી પૂજાતી હતી. તોલાશા વખતે પણ તે ખંડિત થયેલ પ્રતિમાનું જ પૂજન થતું હતું.
વસ્તુપાલે લાવેલી બે શિલાઓ ભોંયરામાં પડેલી છે. આ વાત પણ પ્રચલિત હતી. આથી તોલાણાને મનમાં વિચાર આવેલો કે “ભોંયરામાં રહેલી શિલામાંથી ભગવંતની પ્રતિમાજી ભરાવી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવાય અને ખંડિત પ્રતિમાજીના સ્થાને આ બનાવેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવાય તો સારું "
( ગિરિરાજ સ્પર્શના નામના પુસ્તક પૃ. ૭૦ – ઉપરથી ઉક્ત અધિકાર )