________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
કથા સંબંધ
VVVVVVVV
yyyyyyyyy!!!!Vyyyyy.
બેવરસે જ્યારે જીર્ણોદ્ધાર થઈ જવાના સમાચાર મંત્રીને મલ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ તેને વધામણીમાં બત્રીશ સોનાની જીભ આપી, થોડીવાર પછી બીજા માણસે આવી પ્રાસાદમાં કોઈ કારણથી ચિરાડ (તિરાડ-તડ) પડી ગયાના સમાચાર આપ્યા. ત્યારે મંત્રીએ તેને ચોસઠ જીભો આપી.
પાસે બેઠેલા માણસે વધુ આપવાનું કારણ પૂછ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે મારા જીવતાં પ્રાસાદ ફાટયો તે ઠીક થયું. કેમ કે હું તે ફરીથી બીજીવાર કરાવીશ. મારા મરણ પછી જો દેશસર તૂટી પડ્યું હોત તો કોણ કરાવત ? મારા જીવતાંજ ફાટી ગયું તો હું ફરીથી બંધાવી લઇરા.
તરતજ મંત્રીએ શિલ્પીઓને પ્રાસાદ ફાટી જવાનું કારણ પૂછ્યું. શિલ્પીઓએ કહ્યું કે ભમતીવાલા પ્રાસાદમાં પવન પેસવાથી અને પવનને નીકળવાની જગ્યા નહિમલવાથી પવનના જોરથી પ્રાસાદ ફાટી ગયો. અને જો ભમતી વિનાનો પ્રાસાદ કરવામાં આવે તો કરાવનારને સંતાન થાય નહિ, એવો શિલ્પ શાસ્ત્રનો ઉલ્લેખ છે.
આ સાંભળીને મંત્રીએ કહ્યું કે તેની સંતતિ કાયમ માટે રહી છે? માટે મારે તો વાસ્તવિક ધર્મ સંતતિ જ હો. પછી બને ભીતોની વચમાં મજબૂત શિલાઓ મુકાવીને તે પ્રાસાદ પૂર્ણ કરાવ્યો ફરીથી જીર્ણોદ્ધારમાં મંત્રીએ બે કરોડ અને સત્તાણું લાખ રૂપિયા ખર્ચા, અને ત્રણ વર્ષ આ કામ પૂર્ણ થયું હતું.
શ્રી હેમચંદ્રાચાર્યજીને બોલાવીને મોટા ઉત્સવ પૂર્વક સંવત-૧૨૧૩–માં પ્રતિષ્ઠા કરાવી. પાંચમા આરાનો આ બીજો ઉદ્ધાર થયો.
(આ કથા શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પના નામના પુસ્તકમાંથી લીધી છે)