________________
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર - પૂર્તિ
૮૪૮
હિંગલાજના હડા માટેની દંતકથા આ છે.
TH
અંબિકા દેવી હિંગલાજની મૂર્તિ સ્વરૂપે છે. એવી દંત કથા છે.
હિંગુલ નામનો રાક્ષસ સિંધુ નદી તરફથી જતા ને આવતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતો હતો. આથી કોઈક તપસ્વી સંત પુષે તપ અને બાનના પ્રભાવે અંબિકા દેવીને પ્રત્યક્ષ કરીને કહ્યું કે આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે. તેને તું દૂર કર, જેથી યાત્રાળુઓ સુખેથી યાત્રા કરી શકે. તેથી તે અંબિકા દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેનો પરાભવ ક્ય. યાવત (લગભગ) તેને મૃત્યુની અવસ્થાએ પહોંચાડ્યો. ત્યારે રાક્ષસે દેવીના પગમાં પડીને વિનંતિ કરી કે મારી એક પ્રાર્થના સ્વીકારો. આજથી તમે મારા નામે ઓળખાવ. અને આ તીર્થક્ષેત્રમાં મારા નામની સ્થાપના થાય એવું કંઈક કરો. હવે હું દીપણ કોઈનેય પીડા નહિ કરું. તેથી દેવીએ તેની વિનંતિ માન્ય રાખી. તે પછી તે રાક્ષસ અદશ્ય થયો (મૃત્યુ પામ્યો)
પછી અંબિકા દેવીએ પોતાના ભક્તોને જણાવ્યું કે હવે મને હિંગલાજ દેવીના નામથી ઓળખજો.
(એમ કહેવાય છે કે આ પ્રસંગ કરાંચી નજીકના ડુંગરોમાં જયાં હિંગલાજ યક્ષનું સ્થાન છે ત્યાં બન્યો હતો.)
સૌરાષ્ટ્રના લોકો અંબિકાદેવીને અધિષ્ઠાત્રદિવી માને છે. તેથી તેઓ અહીંયાં શ્રી સિદ્ધાચલની ટેકરી ઉપર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યાં. તેથી આ ટેકરી પરનું સ્થાન હિંગલાજ માતાના હડા તરીકે પ્રસિદ્ધ થયું છે.