________________
co
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી શત્રુંજ્ય-સંબંધી-અન્ય-પ્રચલિત વાર્તાઓ. વીર વિક્રમશી
પાલિતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિનો વિક્રમશી નામનો એક યુવાન પોતાના ભાઇ ને ભાભી સાથે રહેતો હતો.
ઉનાળાના દિવસોમાં એક વખત વિક્રમશી પોતાનાં કપડાં ધોઈને હાથમાં ધોકો અને કપડાં લઇને મધ્યાહનના સમયે ઘેર આવ્યો. ભૂખ પણ ઘણી લાગી હતી, તેથી હાથ પગ ધોઇને રસોડામાં જમવા માટે ગયો. પણ રસોઇને વાર હતી, તેથી તેણે ગુસ્સામાં ભાભીને કે બપોર થઇ ગયો છતાં હજુ પણ રસોઇ કરી નથી ? મારે શું ખાવું ? ઘેર બેઠાં બેઠાં આટલુંયે થતું નથી ?
આવા શબ્દો સાંભળીને ભાભીએ ક્યું કે રસોઇને થોડી વાર લાગી એમાં આટલો બધો ગુસ્સો કોના ઉપર કરો છે ? હજુ તો તમારા ભાઇ જ કમાય છે, અને તમારે ઠીક છે. બેઠાં બેઠાં તાગડધિન્ના કરવા છે ! બહુ બળ હોય તો શ્રી સિદ્ધાચલની બંધ થયેલી યાત્રા ખુલ્લી કરાવોને ? સિંહને મારો તો ખરા શૂરવીર જાણું.
ભાભીનું મહેણું સાંભળતાંજ ધોકો હાથમાં લઇને ચાલી નીક્ળ્યો. અને પ્રતિજ્ઞા કરી કે જયાં સુધી સિંહને મારી ન નાંખું ત્યાં સુધી ઘરમાં પગ ન મૂક્યો.
તળેટી પાસે આવીને મિત્રોની વિદાય લીધી, અને હ્યું કે ઉપર જઈને સિંહને મારીને ઘંટ વગાડું તો જાણજો કે સિંહને માર્યો છે. નહિતર મને મરી ગયેલો જાણજો.
વિક્રમશી ગિરિરાજ ચઢતો ચઢતો સિંહને શોધવા લાગ્યો. એક ઝાડ નીચે સિંહ સૂતેલો હતો. આ યુવાને વિચાર ર્યો કે સૂતેલાને કેમ મરાય ? એટલે અવાજ કરીને સિંહને જગાડયો. સિંહ જેવો ઊંચું જોવા જાય છે, તેવો જ હાથમાં રહેલા ધોકાનો એવો જોરદાર ફટકો લગાવ્યો કે સિંહ તરફડિયાં ખાતો નીચે પડી ગયો અને બેભાન થઇ ગયો.
વિક્રમશી સિંહને મરી ગયેલો જાણી ઘંટ વગાડવા માટે ઘેડયો. અને જેવો ઘંટ વગાડવા જાય છે. તેટલામાં પાછળથી આવીને સિંહે ઝાપટ મારી ને યુવાન નીચે પડી ગયો. પણ સિંહની ખોપરી તૂટી ગયેલી હોવાથી તે ત્યાં જ મરણ પામ્યો. પછી યુવાનને થયું કે સિંહને તો માર્યો પણ ઘંટ કેવી રીતે વગાડવો ? બધી શક્તિ એકઠી કરી ધા ઉપર કપડાની મજબૂત ગાંઠ બાંધી દીધી. ને ઊભો થઇ ધીમે ધીમે જોરથી ધંટ વગાડવા લાગ્યો.
ઉપર આવીને થોડેક દૂર રહીને રાહ જોતાં લોકો ઘંટનો અવાજ સાંભળીને નજીક ઘડી આવ્યા. અને આવીને જુએ છે તો એક બાજુ સિંહ મરેલો પડયો છે. અને બીજી બાજુ વિક્રમશીનો મરેલો દેહ પડયો છે. પોતાના પ્રાણનો