________________
શ્રી કુમારપાળ રાજાનો સંબંધ
કરવા માટે આવ્યો. તેણે જળળશ ર્યો. આથી બિંબ ગળી ગયું. પોતાનાથીજ પ્રભુની મહાન આશાતના થઇ છે તેમ જાણી શ્રાવકે બે માસના ઉપવાસ ક્યું. બે માસને અંતે અંબિકા દેવી પ્રગટ થયાં. દેવીના આદેશથી પેલા ભોંયરામાં રહેલા પ્રાસાદમાંથી સુવર્ણના પવાસન ઉપરથી વમય બિંબ લાવીને તેની અહીં સ્થાપના કરી.
e
ગિરનાર તીર્થનો આવો અદભુત ઇતિહાસ જાણી કુમારપાળ રાજા શ્રી સંઘ સાથે ત્યાં થોડા દિવસ રોકાયો. આ તીર્થમાં પણ શ્રી જગડુશાએ ઇન્દ્રમાળ પહેરી. ત્યાંથી શ્રી સંઘ પાટણ આવ્યો. અહીં પણ જગડુશાએજ ઇન્દ્રમાળ ધારણ કરી.
કુમાર પાળે જગડુશાને રત્નોનો ઇતિહાસ પૂછ્યો. જગડુશાએ ક્યું. મારા પિતા હંસરાજ મહુવામાં રહેતા હતા. પોતાના અંત સમયે મને . આ પાંચ રત્ન તને આપું છું. આમાંથી ત્રણ રત્ન અનુક્રમે શ્રી સિદ્ધાચળ – રૈવતગિરિ અને દેવ પાણમાં આપજે. અને બાકીનાં બે રત્નોથી તારો જીવન નિર્વાહ કરજે. હે રાજન ! મેં આ રીતે પિતાના વચનનું પાલન કર્યું.
પછી એ જગડુશાએ શ્રી સંઘની હાજરીમાં જ પેલાં બે રત્નો કુમાર પાળ રાજાને આપતાં ક્યું. આ બે સ્નો તો તમારા જેવા સંઘપતિ પાસે હોય તે જ યોગ્ય છે.
કુમારપાળ રાજા તો જગડુશાની ઉદારતા જોઇને આભોજ બની ગયો. ભાવવિભોર હૈયે તેની પ્રશંસા કરતાં કુમારપાળે હ્યું, હે શ્રાવક્વર્ય ! તમને ધન્ય છે. તમે ત્રણેય તીર્થમાં ઇન્દ્રમાળ પહેરીને ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું છે. તમે તો સૌમાં પ્રથમ પુણ્ય કરનારા છે.' એમ ક્હીને જગડુશાને પોતાના અર્ધાસન ઉપર બેસાડયો. અને તેનો સત્કાર કરી ઘેઢ કરોડ દ્રવ્ય આપીને બે રત્નો લીધાં. કુમારપાળે એ રત્નોને બે હારમાં વચલા ભાગમાં ચક્તામાં અલગ અલગ મઢાવ્યાં. પછી એક હાર શ્રી શત્રુંજ્ય અને બીજો હાર ગિરનાર તીર્થ ઉપર પ્રભુની પૂજા માટે મોક્લ્યો.
આમ ભવ્યજીવોએ કુમાર પાળ રાજાનું જીવનવૃત્તાંત જાણીને ભક્તિભાવથી વિધિપૂર્વક પાપકર્મોનો નાશ કરવા માટે તીર્થ યાત્રા કરવી.