________________
શ્રી શત્રુંજ્ય—સંબંધી-અન્ય-પ્રચલિત વાર્તાઓ. વીર વિક્રમશી
ભોગ આપીને પણ યાત્રા ખુલ્લી કરી આથી લોકોએ લીંબડાના ઝાડ નીચે આ વિક્રમશીનો પાળિયો પથ્થરમાં બનાવરાવ્યો. ઉપર યાત્રા કરવા જાવ ત્યારે જો જો કે તે પાળિયો આજે પણ ઊભો છે.
૧
તે દિવસથી એ દરવાજો અને પોળનું નામ વાઘણ પોળ પડયું. અને શ્રી શત્રુંજ્યના પાંચ દરવાજામાં આ ત્રીજો દરવાજો છે. જેને શિલ્પની ભાષામાં સિંદ્ધાર કહેવાય છે.
પુણ્ય પાપની બારી – ધર્માર
( આ વાર્તા કોઇ પુસ્તકમાંથી પ્રાપ્ત થતી નથી. પણ પરંપરાએ મૌખિક રીતે સાંભળવા મલે છે. માટે તેને દંતકથા માનવી જોઇએ.)
સિદ્ધપુર પાટણના ગામમાં જ કોઇ શ્રદ્ધાલુ શ્રાવક આત્માએ દરપૂનમે અહીં શ્રી શત્રુંજ્ય તીર્થમાં આવીને યાત્રા કરવી તેવો દૃઢ સંકલ્પ કર્યો હતો. તે રીતે તે ભાવિક આત્મા પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરતાં શ્રી શત્રુંજ્યની યાત્રા કરીને જીવનને ધન્ય બનાવતો હતો. શ્રદ્ધાલુ આત્માની શ્રદ્ધાની કસોટી ન થાય તો કેમ ચાલે ? સોનું ચાર પરીક્ષામાં પાસ થયા પછી જ શુદ્ધ સોનું ગણાય છે ને ?
તે પુણ્યાત્મા શ્રાવક દરપૂનમે અચૂક યાત્રા કરવા માટે સાંઢણી–ઊંટડીઉપર બેસીને આવતો હતો. તેમાં એક વખત વૈશાખ મહિનાની પૂનમે તેને અહીં આવતાં મોડું થઇ જાય છે. આવતાં આવતાં વૈશાખ મહિનાની ગરમી શ્રાવક અને સાંઢણીની આકરી કસોટી કરે છે. શ્રાવને યાત્રા થયા પછી જ પાણી પીવાનો દૃઢ સંક્લ્પ છે. છેવટે બપોરની કાળઝાળ ગરમીમાં તે બન્ને આત્માઓ તળેટીનાં પગથિયાં સુધી આવી ગયા. અને ઊતરતાં પહેલાં જ બન્ને જીવો ગિરિરાજ તરફ મુખ રાખીને પૃથ્વીપર ઢળી પડયા. અને બન્નેના પ્રાણો પરલોકમાં સિધાવી ગયા.
તેની યાદગીરીમાં આ ગિરિરાજઉપર સાંઢણી સવારનું પથ્થરનું પ્રતિક મુકાયું પાલૢથી તેનું નામ પુણ્યપાપની બારી પડયું. મોટા મોટા તીર્થોમાં આવી કંઇક કૌતુક અને આનંદપ્રેરક વસ્તુઓ બનાવવામાં આવે છે. કારણ કે અહીં તીર્થમાં દરેક પ્રકારના સ્વભાવવાળા જીવો આવતા હોય છે.અને એ આવેલા જીવો તીર્થના પ્રભાવે કંઇક પામીને જાય.આજ એક શુભ ભાવના સહુની હોય છે.