________________
શ્રી શત્રુંજય લ્પના આવતી ક્યાઓમાંની શ્રી શત્રુંજયમાં મુક્તિઓ ગયેલા જીવોની નોંધ
૮૩૧
૩ ત્રિવિક્રમ યતીશ્વરે આદરથી શ્રી શત્રુંજયનું ધ્યાન કરતાં સર્વકર્મના ક્ષયથી જલદી મુક્તિનું સુખ પ્રાપ્ત થયું. તે વખતે ત્યાં સિદ્ધ પર્વત પર કર્મના ક્ષયથી ઘણા સાધુઓ મોક્ષ પામ્યા ને સ્વર્ગે પણ ગયા.
૪ ધરાપાલ રાજા પણ રાજ્યનો ત્યાગ કરી ક્ષણવારમાં વ્રત ગ્રહણ કરી અનુક્રમે સર્વ કર્મ – ખપાવી શ્રી શત્રુંજય ગિરિ ઉપર મુક્તિ પામ્યા.
૫ રવિમલ્લ રાજા સંયમનું પાલન કરતાં શ્રી શત્રુંજય ગિરિ ઉપર ગયા. અને સક્ત કર્મનો ક્ષય કરી મોક્ષ નગરીમાં પહોંચ્યા.
૬ શ્રી જિનેશ્વરે કહેલા ધર્મમાં ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી ધરાપાલ રાજપુત્ર (જ્ઞાની) શ્રી શત્રુંજ્ય ગિરિ ઉપર મોક્ષ પામ્યા.
૭ ભીમરાજાનો જિન ધર્મને કરનારો પુત્ર મદન શ્રી શત્રુંજ્ય ઉપર જઈને શ્રી ક્ષભદેવ પ્રભુની આગળ ધ્યાન કરતાં સર્વકર્મ અને આયુષ્યનો ક્ષય થવાથી મોક્ષ પામ્યા.
૮ શાન્તન રાજા પત્ની અને ત્રણ પુત્રો સહિત દીક્ષા લઈ ચારિત્રનું સુખપૂર્વક પાલન કરતાં શ્રી શત્રુંજ્ય ગિરિ ઉપર ગયા. અને ત્યાં એક લાખ વર્ષને અંતે તપમાં તત્પર એવા તે અનશન લઈ પાલન કરતાં સર્વકર્મનો ક્ષય કરી મોક્ષ નગરીમાં ગયા
૯ શ્રી શત્રુંજયનાદેવશિખર ઉપર ભીમ વગેરેએ ઉત્તમ ધ્યાનથી યુક્ત તીવ્રતાક્યું. જેથી તેઓના સર્વકર્મનો ક્ષય થવાથી તેમને જ્ઞાન ને મોક્ષ પ્રાપ્ત થયાં તે સ્થાનમાં ભરત ચક્રવર્તીએ તાપસ" નામનું જિનમંદિર બનાવરાવ્યું,
૧૦ ક્ષીણ કર્મવાલા શ્રેયાંસકુમાર (મુનિ) મોલમાં ગયા ત્યારે ત્રણસો સાધુઓ પણ મોક્ષપુરીમાં ગયા. ૧૧ શ્રેયાંસના પાંચ પુત્રોએ શ્રી જિનેશ્વરની પાસે દીક્ષા લઇ કર્મ ખપાવી શ્રી શત્રુંજ્ય ગિરિપર મોક્ષે ગયા.
૧ર શ્રેયાંસના બીજા પુત્રો અને પત્રો મદન વગેરે વીશ શત્રુંજયગિરિ ઉપર યાત્રા કરી દશ પુત્રો મોલમાં ગયા ને દશ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા.
૧૩ વજશ્રી વિધાધર ચારિત્રની સંપત્તિ પામીને સર્વ કર્મનો ક્ષય થવાથી ગણ લાપ સાધુઓથી આશ્રય કરાયેલા તેઓ સિદ્ધ થયા.
૧૪ બે કોડ મુનિઓ સહિત નમિ અને વિમિ આ બન્ને મુનિઓ આયુષ્યનો ક્ષય થવાથી શ્રી સિદ્ધગરિ ઉપર મુક્તિ નગરીને પામ્યા.