________________
શ્રી શત્રુંજય-સ્પત્તિ-ભાષાંતર - પૂતિ
હર
૧૫ નમિ રાજાની ચર્ચા વગેરે – ૬૪ – પુત્રીઓ દીક્ષા લઇ શ્રી સિદ્ધગિરિ ઉપર ચૈત્રવદિ-૧૪ના દિવસની રાત્રિમાં એકી સાથે મોલમાં ગઈ. આથી તે શિખરનું ચર્ચગિરિ નામ જગતમાં પ્રસિદ્ધ થયું.
૧૬ સૂર્યયશા રાજાએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ઈન્દ્ર દ્વારા સાધુવેશ પામી, પૃથ્વી પર વિહાર કરતાં, ઘણા ભવ્યોને પ્રતિબોધ કરતાં શ્રી રાખ્યુંજય પર જઈને આયુષ્યના ક્ષયે સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિમાં ગયા.
૧૭ વીર્યસાર રાજાએ દીક્ષા લઈ એક કોડ પ્રમાણવાલા મુનિઓ સાથે શ્રી શત્રુંજય પર જઈ. કર્મનો ક્ષય કરી, કેવલજ્ઞાન પામી. એક કરોડ સાધુસહિત પોતાના આયુષ્યના ક્ષયે મુક્તિપદને પામ્યા.
૮ સગર મુનિ(ચક્રવર્તી) અજિતનાથ પ્રભુની પેઠે ઘણા ભવ્યોને પ્રતિબોધ કરતાં ઘાતી કર્મનો ક્ષય થવાથી ક્વલજ્ઞાન પામી શ્રી સિદ્ધગિરિ પર મોક્ષપદને પામ્યા.
૧૯ શ્રી વજ દંષ્ટ્રઋષિ સર્વ કર્મનો ક્ષય થવાથી સિદ્ધપર્વત એવા મનોહર શ્રી શત્રુંજય ગિરિપર મુક્તિ નગરીમાં
ગયા.
૨૦ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ મુનિ ૧૦ કરોડ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિપર મોક્ષપદને પામ્યા.
રલ દ્રવિડ અને વારિખિલ્લના ઘણા પુત્રોએ રાજય પામી. રાજ્ય છોડી સંયમ લક્ષ્મીને ગ્રહણ કરી અનુક્રમે શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈ બાકીનાં કર્મના સમૂહનો ક્ષય થવાથી મોક્ષ નગરીના સુખને પામ્યા.
રર જ્ઞાની એવા રામ મુનિ – ત્રણ કરોડ સાધુથી યુક્ત શ્રી સિદ્ધગિરિ ઉપર આઠ ર્મના સમૂહનો ક્ષય કરી મુક્તિ નગરીને શોભાવી.
૨૩ તેમના પુત્રો અંકુશને લવ પણ પાપોનો ક્ષય કરી ઘણા સાધુઓ સાથે સિદ્ધગિરિ ઉપરક્વલજ્ઞાન પામીને મુક્તિ પામ્યા.
૨૪
એકાણું લાખ મુનિ સાથે નવ નારદે શ્રી શત્રુંજયતીર્થ ઉપર અનુક્રમે સર્વ કર્મના ક્ષયથી મોક્ષ પામ્યા.
૨૫ આ તીર્થ ઉપર મહાપાપી એવા ચંદ્રસેન રાજાએ સગંધી પુષ્પો વડે તેવી રીતે પૂજા કરી કે જેથી નરની ઉત્પત્તિના કારણ રૂપ ઉપાર્જન કરેલ સર્વ કર્મને છેદીને ગૃહસ્થ હોવા ક્યાં પણ કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા.
ર૬ મોક્ષ પામ્યા.
શ્રી શાંતિનાથ પ્રભુની પાસે એક વખત મેઘવાહન રાજા ધ્યાન કરતાં સર્વ પાપની પરંપરાનો ક્ષય થવાથી