________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૨૩ ધન નામનો મંત્રી પાંચસો ભટો સાથે શ્રી શત્રુંજ્યમાં શ્રી આદીશ્વર ભગવાનને નમન કરવા માટે આવે છે ત્યારે તેમાંથી પ∞, ભોને પહેલાં અને પછી મંત્રીને કેવલજ્ઞાન થાય છે. અને આ જ શ્રી શત્રુંજ્ય ગિરિપર તે સર્વે મોક્ષે જાય છે. શ્રી મલ્લિનાથ ભગવાનના આઠ અયુત એટલે આઠ હજાર સાધુઓ કર્મના ક્ષયથી મોક્ષે ગયા.
૩૦
૨૪ રૂપ નામનો રાજપુત્ર જેનું બીજું નામ લાડવા ખાવાથી મોદકપ્રિય એવું પડયું તે વૈરાગ્ય પામી દીક્ષા લઇ અવધિજ્ઞાન મેળવીને શ્રી સિદ્ધાચલ પર આવી ક્વલજ્ઞાન મેળવી મોક્ષે જાય છે.
૨૫ શત્રુંજય પર રહેલા શ્રી મુનિસુવ્રત સ્વામીના ત્રણ લાખ સાધુઓ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
૨૬ મંડન નામના શ્રેષ્ઠીપુત્રે ગુરુ પાસે દીક્ષા લઇ ઘણા કાલ સુધી દીક્ષા પાલીને ચોથું મન:પર્યવજ્ઞાન મેળવ્યું અને પછી ઘણા દેવતાઓ અને મુમુક્ષુઓ સાથે શ્રી શત્રુંજય પર આવ્યા. ને ત્યાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક જીવોને ઉપદેશ આપીને શ્રી પુંડરીક ગિરિ ઉપર મોક્ષે ગયા.
૨૭
શ્રી શત્રુંજય પર્વત પર શ્રીપાર્શ્વનાથ ભગવાનના ત્રણસો શિષ્યો કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા.
૨૮ શ્રી મહાવીર સ્વામી પ્રભુએ શ્રી શત્રુંજ્ય પર સમવસરણમાં લેપ શ્રેષ્ઠીનું દૃષ્ટાંત ગૌતમ વગેરેને . તેને હમણાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ સાંભળીને ઘણા સાધુઓને કેવલજ્ઞાન થયું અને શ્રી શત્રુંજ્ય પર મોક્ષે
ગયા.
શ્રી શત્રુંજય કલ્પમાં આવતી કથાઓમાંથી શ્રી શત્રુંજયમાં મુક્તિએ ગયેલા જીવોની નોંધ.
૧
મોક્ષે ગયા હતા.
આ ચોવીશીથી ચોથી ચોવીશીના ચંદ્રવેગ નામના જિનેશ્વર પ્રભુ શ્રી શત્રુંજ્ય પર બે બ્રેડ સાધુઓ સાથે
૨
તપમાં તત્પર એવા પુણ્યપાલ મુનિ (રાજા) અનુક્રમે શ્રી શત્રુંજ્યમાં જઈને પુણ્ય પાપના ક્ષયે ઘણા સાધુ સહિત મોક્ષે ગયા.