SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ર શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ તે ભગવાનની ડાબી બાજુ અને જમણી બાજુએ પ્રતિમાઓ અત્યંત દપે છે. તે શ્રી પુંડરીક સ્વામીનુંબિંબ અત્યંત લ્યાણકારી છે. જે બિંબ રૂપવડે કરીને ત્રણે ભુવનને જીતી જાય છે. મોટી પ્રદક્ષિણામાં દેહરાં એકસો છે. એમ હું જાણું છું. અને નાની નાની પચાસ દેરીઓનું વર્ણન કરું છું. (૯) ક્વડ યલ ગોમુખ ભલો, ચક્કસરી દેવી, રાત્રેય સાંનિધ્ય કરે, સંઘ વિઘ્ન હરેવી, રાયણ હેઠે પગલાં જે, છે આદીશ્વર કેશ, ભાવે ભવિ પૂજા કરો, ટાલો ભવ ફેર.- ૧૦ - ક્વટ્યક્ષ – ગોમુખયક્ષ – ને ચકેસરી દેવી હંમેશાં શ્રી શત્રુંજયનું સાંનિધ્ય કરે છે. અને સંધનાં વિબોને દૂર કરે છે. રાયણના વૃક્ષની નીચે જે આદીશ્વર ભગવાનનાં પગલાં છે. તેની હે ભવિજીવો ! તમે ભાવથી પૂજા કરો અને તમારા ભવની પરંપરાને – ફેરાને ટાળી દે. (૧૦) શત્રુંજય બિંબ સંખ્યા સુણો, પનરોને પાંસઠ, નાનાં મોટાં દેહરાં દેહરી, ત્રણસેને છાસઠ, સીતસિય જિનવર તણાં, રૂપ પાટિયે દીસે, ખરતર વસહીમાં પેસતાં, જોતાં મન હસે. – ૧૧ – શ્રી શત્રુંજય પર્વત ઉપર દેરાસરામાં રહેલાં શ્રી જિનબિંબોની સંખ્યા ગણીને કહ્યું તે સાંભળો, પંદરસોને પાંસઠ (૧પ૬૫) જિનબિંબો છે. નાનાં મોટાં – દેરાં ને દેરી ત્રણસોને છાસઠ (૩૬૬) છે. ઉત્કૃષ્ટા એકસોને સિત્તેર (૧૭૦) જિનેશ્વરનાં રૂપો (મૂર્તિઓ) આરસના પાટિયામાં પટરૂપે રહેલાં છે, તે ખરતર વસહીમાં પેસતાં દેખાય છે. અને જેને જતાં મન આનંદિત થઈ જાય છે. (૧૧) એકાવન ઓરીસા ભલા, જેણે સુખડ ઘસિયે. આદિવ પૂજા કરી, જઈ શિવપુર વસિયે. દેહરાં ઉપર ગોમતીએ, સંખ્યા સુણો.વાત,
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy