________________
શ્રી આદિનાથપ્રભુને વિનંતિ રૂપશ્રી શત્રુંજય સ્તવન
એકસો એકસઠમેં ગણી, મૂકી પરની તાંત - ૧ર –
એક જમાનામાં ભગવાનની પૂજા કરવા માટે જેના ઉપર કેશર ને સુખડ ઘસાય છે તેવા ઓસિયા એકાવન હતા,તેના ઉપર સુખડ ઘસીને શ્રી આદિવની પૂજા કરીને કર્મ ખપાવીને શિવપુર – મોલમાં જઈને વસિયે દેરાસર ઉપર ગોમતી (ઘુંમટી)કેટલી હતી તેની સંખ્યાની વાત સાંભળો,તે ઘુંમટીઓ એકસોને એક્સઠહતી. આ ગણતરી પારકાની પંચાત મહીને મેં જાતે જ કરી છે. (૧૨)
જિનભુવન શિર ઉપરે, પાંચ ચોમુખ સોહે. સુર નરનારી સહાણું, દીઠ મન મોહે
ત્રણ કોટ અતિ મનોહરું જાણે ત્રિગડું દીસે,
ખરતરવસહી મહિ ભલા જોતાં મનડું હસે, - ૧૩ -
શ્રી જિનેશ્વર ભગવાનના મસ્તક ઉપર એટલે ઉપલા માલમાં ચૌમુખ જિનેશ્વરે પાંચ શોભે છે. જેને જોતાંદર્શન કરતાં દેવ મનુષ્ય અને સ્ત્રી વગેરે સહનું મન મોહી જાય છે. ત્રણ કેટવાળું અત્યંત મનોહર ત્રિગડુંખરતરવહીમાં જોતાં મનડું આનંદિત થઈ જાય છે. (૧૩)
પાંચ મૂર્તિ પાંડવતણી જોતાંઅભિરામ,
ચૌમુખ પ્રતિમા શોભતી, સુર કરે ગુણગ્રામ, ઉલખાજલ ચિલ્લણ તલાવડી, સિદ્ધશિલા ત્યાં રહી
સિદ્ધવડ સિક્તણું ઠામ, નહીં વાત જ ી, – ૧૪ -
પાંડવોની પાંચ મૂર્તિ જોતાં સુંદર લાગે છે. ને ચૌમુખ પ્રતિભા શોભી રહી છે. ને દેવતાઓ જેનાં ગુણગાન કરી રહ્યા છે. ઉલખાજલ ચંદન તલાવડી ને શિદ્ધશિલા ત્યાં સુંદર છે. સિદ્ધવડ સિદ્ધિ પામેલા જીવોનું સ્થાન છે. એ વાત ખોટી નથી જ – (૧૪)
આદીશ્વરની મૂળ પ્રતિમા, ભરતેશ્વરે કીધી,
પાંચશે ધનુષ્યની રત્નમય કરી મુકિત જ લીધી,