________________
શી આદિનાથ પ્રભુને વિનંતિ રૂપશ્રી શત્રુંજય સ્તવન
૮૧૧
શાંતિનાથ મરુદેવી ભવન, બેઉ જમણાં સોહે
આગળ અદભુત વંદતાં, ભવિજનનાં મન મોહે.
- ૬
કામ-ક્રોધ-મદને લોભના વિશે મેં જે પાપો ક્યું છે. તો હે આદીશ્વર ! ધર્મપિતા ! તમે મને તેમાંથી માફી આપો. મુક્તિ આપો. શ્રી શાંતિનાથ ભગવાનનું અને કહેવા માતાનું મંદિર આ બેય જમણી બાજુ શોભે છે.આગળ અદભુત – આદિનાથને વંદન કરતાં ભાવિજીવોનાં મન મોહે છે. (૬)
પૂરવ એક વડ હેઠે છે પાસે પાંચ દેહરી,
ઈથંભ આગે નીરખતાંટાલે ભવફેરી,
કુનાસર કોડે કરી, લલિતાસર જોડ
નીર વિના શોભે નહિ એતો મોટીખોડ.
- ૭
પૂર્વ દિશામાં એક વડના ઝાડ તળે – (પાસે) પાંચ દેહરી છે. અને આગળ જતંભ જોતાં ભવનો ફેરો ટળી જાય છે. કુંતાસર અને લલિતાસર આ બે સરોવરોની જોડ છે. પણ સરોવરો પાણી વગર શોભતાં જ નથી. આ મોટી ખોડ છે. (૭)
તે આગળ રામપોળ દીસે છે અભિરામ;
પાસે વાઘણ તપ તપે તસ સીવ્યાં કામ,
ખરતરવસહીને વિમલવસહી, બેહુ પહેલાં આદીશ્વર દેખો – ૮ –
તેની આગળ રામપોળ અત્યંત શોભે છે. તેની પાસે વાઘણપોળ છે. તેમાં જઈને જે પ્રભુજીનાં દર્શન કરે છે. તેનાં કામો ૨ સિદ્ધ થાય છે. ખરતરવસહી અને વિમલ વસહીમાં દર્શન કરતાં સહુ પ્રથમ આદીશ્વર ભગવાનનાં દર્શન કરે. (૮)
ડાબે પાસે જમણે પાસે, પ્રતિમા અતિ ધપે. પુંડરીક બિંબ અતિભલું રૂપ ત્રિભુવન ઝીપ, મોટી પ્રદક્ષિણા દેહશે. એકસો જાણે, તેમ નાની હરખે કહું, પચાસ વખાણું - ૯ -