________________
થી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
સૂરજ કુંડ નાન કરી, કીજે નિર્મલ ગાત્ર,
- ૩–
ત્રણે ભુવનના લોકોને તારનાર વીતરાગ પરમાત્મા છે. એ જ પ્રભુ બધાને ભવપાર ઉતારે છે. તેવા પ્રભુની ચોસઠ ઇન્દ્રો વગેરે દેવો મલીને સેવા કરે છે. ચાલો આપણે શ્રી શત્રુંજ્ય તીર્થમાં જઈએ ને આનંદથી જાત્રા કરીએ. સૂરજ કુંડમાં સ્નાન કરીને અંગને પવિત્ર કરીએ. (૩)
ખીરોદક સમ ધોતિયાં, ઓઢણ બાદર ચીર, નક કળા સાથે લઈ, ભરીએ નિર્મલ નીર,
બાવના ચંદન ઘસી ઘણુ કચોલા ભરીએ,
યુગાદિદેવ પૂજા કરી, ભવ સાગર તરીએ.
- ૪ -
(પ્રભુની પૂજા કરવા માટે) નાન કરીને ક્ષીર સાગરનાં પાણી જેવાં ઉજજવલ ધોતિયાં પહેરીને તેના ઉપર ખેસ-ઉત્તરાસંગમાં સુંદર ઝીણું વસ્ત્ર પહેરીએ સોનાના કળશો લઈ તેમાં અભિષેક માટે નિર્મલ પાણી ભરીએ. બાવના ચંદન (એક જાતનું અત્યંત કીમતી અલભ્ય ચંદન)ને ઘસીને તેની વાટકીઓ ભરીએ અને પછી યુગાદિદવ–આદીશ્વરની પૂજા કરીને ભવસાગર તરીએ. (૪)
ચંપો, તકી, માલતી, માહે ડમરે સોહે;
કુસુમમાળ છે ઠવો, ભવિયણના મન મોહે, કર જોડીને વીનવું સુણો સ્વામી વાત,
ધર્મ વિના નરભવ ગયો. નવિ જાણ્યો જાત. – ૫
ચંપાનું ફૂલ-કીનું કૂલ માલતીનું કૂલ, અને જેની વચમાં ભરે શોભે છે તેવા પ્રકારની ફૂલની માલા પ્રભુના કંઠમાં ચઢાવો. જેથી પ્રભુનું દર્શન કરતાં ભવ્યજીવોનું મન એકદમ આનંદિત બની જાય. હે સ્વામી ! હું તમોને જોડીને વિનંતિ કરું છું કે તમે મારી વાત સાંભળો. મારો અખોય આ નરભવ (મનુષ્ય જન્મ) ધર્મવિના નકામો ગયો છે. એળે ગયો છે. તે એવી રીતેનકામી ગયો છે કે જેથી મારી જાતને હું જ જાણી રાતો નથી. (૫)
કામ-ક્રોધ-મદ–લોભવશે, જે મેં કીધાં પાપ
પ્રેમ ધરીને મુક્તિ ધો. હે આદીશ્વર બાપ,