________________
શ્રી તીર્થમાલાસ્તવન
વિચમાં ભૂખણ વાવ્ય, જોઇને ચાલો રે,
તુમ્હેં ગુણગાતાં શુભ ભાવ, સાથે મહાલો રે,
તુમ્હેં ધૂપધટી કરમાંહિ, ઝુલા દેતા,
વડની છાયા માંહિ, તાલિ લેતારે,
આવી તલેટી ઠાણ, તનુ સુચિ કરીએ રે,
પુરવ રીત પ્રમાણ, પછે પરિવરીએ રે,
ઇણિ પરિ તીરથમાલ, ભાવે ભણસ્ય રે,
જિણે દીઠું નયન નીહાલ, વિશેષે સુણસ્ય રે
લહસે મંગલમાલ, ઠે જે ધરસ્ય રે,
વલિ સુખ સંપત્તિ સુવિશાલ, મહોદય વરસ્યુંરે.
તપગચ્છ ગયણ દિનંદ, રૂપે છાજેરે,
શ્રી વિજય દેવ સૂરીંદ, અધિક દીવાજે રે,
રત્ન વિજ્ય તસ સીષ, પંડિત રાયા રે,
ગુરુરાજ વિવેક જગીસ, તાસ પસાયા રે,
કીધો એહ અભ્યાસ, અઢાર ચ્યાલીસે રે,
ઉજલ ફાગણમાસ, તેરસ દિવસે રે,
શ્રી વિમલાચલ ચિત્ત, ધરી ગુણ ગાયારે,
હે અમૃત ભવિયણ નીત, નમો ગિરિરાયા રે.
– ૧૩ –
- ૧૪ –
૧૫ –
– ૧૬ –
– ૧૭ –
૧