________________
૫૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
સ્વામિવાત્સલ્ય પુણ્ય જિહાં, અનંતગુણ કહેવાય;
તે તીર્થધ્વર પ્રણમિય, સોવનકૂલ વધાય;
–ખ.-૩૫
જે ગિરિરાજની તીર્થ ભૂમિમાં સાધર્મિક ભક્તિ કરવાથી અનંત ગણું પુણ્ય મેળવાય છે. તેવા આ ગિરિરાજને હૈયાના આનંદથી સોનાનાં ફૂલોથી વધાવવો જોઈએ તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે.
સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિન:
તે તીર્થસ્વર પ્રણમિય, ત્રિભુવન માટે વિદિત.
–ખ–૩૬–
ત્રણેય ભુવનમાં જે તીર્થ અત્યંત પ્રસિદ્ધ છે. તેથી તેની યાત્રા અતિ સુંદર છે. તે તીર્થને જોઈને આત્માને અત્યંત હર્ષ ઉત્પન્ન થાય છે. તે તીર્થેશ્વરને હે ભાગ્ય શાળીઓ ! તમે ભાવથી પ્રણામ કરો.
પાલિતાણા પુર ભલું, સરોવર સુંદર પાળ,
તે તીર્થેશ્વર પ્રણમિયે; જાયે સક્લ જંજાળ.
–ખ.-૩૭–
આ ગિરિરાજની નજીકમાં પૂર્વ તરફ સુંદર બાંધેલું સરોવર હતું. (જે વર્તમાન કાલે નષ્ટ થયું છે.) તે સરોવરની પાળ નજીક વસેલું પાલિતાણા નગર છે. આવા ગિરિરાજના સેવનથી બધી સાંસારિક જંજાલો નષ્ટ થાય છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
મન મોહન પામે ચઢે, પગ પગ કર્મ ખપાય;
તે તીર્થેશ્વર પ્રણમિય, ગુણ-ગુણી ભાવ લખાય; –ખ–– પર્વત ઉપર ચઢવાના રસ્તાને પાગ–પાયગા કહેવાય છે. રોહિશાળા પાગ, ઘેટી પાગ- ઘનઘોળ પાગને મનમોહન પાગ. આ પાગો છે. આ ગિરિરાજ પર મનમોહન પાગથી ઉપર ચઢનાર આત્મા પોતાનાં કર્મોને પરિણામની ધારાવડે ખપાવે છે. આથી ગુણ અને ગુણીનું એકપણું થાય છે. તે તીર્થસ્વરને ભાવે પ્રણામ કરીએ.
(ગામનું નામ પાલિતાણા, તીર્થનું નામ શત્રુજ્ય ગિરિ, રસ્તાનું નામ તલાટી રોડ, ચૈત્યવંદન કરીએ છીએ તે જયતલાટી, અને પગથિયાં ચઢીએ છીએ તે મનમોહન પાગ છે.)
જેણે ગિરિ રૂખ સોહામણાં, કુડે નિર્મળ – નીર; તે તીર્થેશ્વર પ્રણમિય, ઉતારે ભવ તીર;
–ખ.-૩૯