SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦- ખમાસમણના-૧૮-દુહાઓ અર્થ સાથે ૭પપ તે તીર્થસ્વર પ્રણમિયે, જિહાં નહિ આવે કાક. –ખ—૩૦ જ્ઞાનાવરણીય કર્મ– દર્શનાવરણીયકર્મ વેદનીય કર્મ – મોહનીય કર્મ – આયુષ્યકર્મ નામકર્મ – ગોત્રકર્મ અને અંતરાયકર્મ આ આઠ કર્મો જે ગિરિરાજ ઉપર તીવ્ર વિપાકના ફળને દેતાં નથી તેવો આ ગિરિરાજનો પ્રભાવ છે. વળી આ ગિરિપર કાગડાઓ આવતા નથી તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે.. સિદ્ધ શિલા તપનીયમય, રત્ન સ્ફટિકની ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા ક્વલનાણ. -ખ-૩જે ગિરિરાજ પર સુવર્ણમય સિદ્ધશિલા છે, જ્યાં સ્ફટિક રત્નની ખાણ છે. જ્યાં ઘણા આત્માઓ ક્વલજ્ઞાન પામ્યા છે. તે તીર્થરાજને પ્રણામ કરીએ. સોવન રૂપા રત્નની, ઔષધિ જાંત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે. ન રહે પાતક એક. –ખ–૩ર આ ગિરિરાજની ભૂમિમાં સુવર્ણ સિદ્ધિ, રૂપાની સિદ્ધિ અને રત્નની સિદ્ધિને કરનારી તથા બીજી પણ અનેક ઔષધિઓ છે. વળી આ ગિરિરાજની આરાધના કરવાથી એક પણ પાપ રહેતું નથી. તે તીર્થેશ્વરને પ્રણામ કરે. સંયમધારી સંયમે, પાવન હોય જિણક્ષેત્ર, તે તીર્થસ્વર પ્રણમિયે. દેવા નિર્મળ નેત્ર, –ખ.-૩૩– સંયમનું પાલન કરનાર સંયમી આત્મા આ ક્ષેત્રમાં પવિત્ર થાય છે. પાપથી રહિત થાય છે. વળી આ તીર્થ નિર્મલ એવા નેત્રને (ક્વલજ્ઞાન રૂપ નેત્રને) દેનાર છે. તેથી આ તીર્થાધિરાજને હે ભવ્યો ! તમે ભાવથી નમન કરે. શ્રાવક જિહાં શુભદ્રવ્યથી, ઓચ્છવ પૂજા – ખાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પોષે પાત્ર – સુપાત્ર. -ખ.-૩૪ શ્રદ્ધાળુ ભક્તિવંત શ્રાવકો આ ગિરિરાજ પર ન્યાય સંપન્ન એવા દ્રવ્યવડે પક્વ – ખાત્ર – પૂજા વગેરે કાર્યો કરે છે. અને વળી તેઓ સુપાત્ર તથા પાત્રને પોતાના દ્રવ્યથી પર છે. તેથી તેના અંત્માને લાભ થાયને લક્ષ્મી સફલ થાય. તે તીર્થસ્વરને હે ભવ્યજીવો ! તમે ભાવથી પ્રણામ કરો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy