________________
૫૪
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર - પૂર્તિ
તે તીર્થસ્વર પ્રણમિય, જસ મહિમા ન કહાય;
-ખ-રપ
આ ગિરિરાજ પર આવેલા સૂરજકુંડના પાણીથી આધિને વ્યાધિ નાશ પામે છે. આવો જેનો અવર્ણનીય પ્રભાવ છે. તેવા તીર્થરાજને હે ભવ્યો ! તમે અંતરના ભાવથી પ્રણામ કરો.
સુંદર ટુકુ સોહામણી, મેરુ સમ પ્રાસાદ;
તે તીર્થેશ્વર પ્રણમિય. દૂર ટલે વિખવાદ
–ખ.-ર૬
આ ગિરિરાજ પર મનોહર ટ્રકો શોભે છે. અને ઊંચા ઊંચા શિખરોવાળાં મેરુનાં જેવાં મંદિરે શોભે છે. વલી આ ગિરિરાજના ધ્યાનથી ક્લેશ કંકાસ પણ દૂર થઈ જાય છે. તે તીર્થસ્વરને હે ભવ્યો ! તમે નમન કરો.
દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાંત;
તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે ભવની ભ્રાંત.
-ખ.-૨૭–
મનુષ્યોના બાહા કે અત્યંતર વૈરીઓ –શત્રુઓ હોય તેઓ પણ અહીં આવવાથી આ તીર્થમાં શાંત થાય છે. અને ભવ ભ્રમણની અશાંતિ ટળે છે. માટે હે ભવ્યો ! તમે તીર્થેશ્વરને પ્રણામ કરશે.
જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ;
તે તીર્થેશ્વર પ્રણમિય, જસ મહિમા ઉદ્દામ.
-ખ.-૨૮
જગતના જીવોનું હિત કરનારા જિનેશ્વરે આ તીર્થભૂમિની પવિત્રતાથી તેના ઉપર પધાર્યા હતા. વળી જેનો શ્રેષ્ઠ મહિમા છે. તે તીર્થેશ્વરને ભાવે પ્રણામ કરો.
નદી શેત્રુંજી સ્નાનથી, મિથામળ ધોવાય;
તે તીર્થક્વર પ્રણમિ. સવિજનને સુખદાય.
–ખ.–ર૯
જે શ્રી શત્રુંજ્યને અડકીને વહેતી એવી રોગુંજી નદીનું પાણી એવું પવિત્ર છે કે જેના જલથી સ્નાન કરતાં ભવ્યોના મિથ્યાત્વરૂપી મેલ ધોવાઈ જાય છે અને જેનું પાણી બધા જીવોને સુખ આપનારું છે. તે તીર્થસ્વરને હે ભવ્યો ! તમે ભાવથી પ્રણામ કરશે.
આઠ કર્મ જે ગિરિવરે. (સિદ્ધગિરે), ન દિયે તીવ્ર વિપાક