________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦૮– ખમાસમણના-૧૮-દુહાઓ અર્થ સાથે
જે ગિરિરાજ ઉપર સુંદર – મનોહર વૃક્ષો આવેલાં છે. તેમજ જો જો પર કુંડમાં નિર્મળ પાણી ભરેલાં છે. તે ગિરિરાજ તીર્થને ભાવથી પ્રણામ કરો. જે ભવપાર ઉતારે છે. ભવસિંધુને તારે છે.
મુક્તિમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાજ (પાગ)
તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ.
-ખ.-૪૦
(કવિ પગથિયાં માટે કેવી સુંદર ક્લ્પના કરે છે. ) મોક્ષ રૂપી મહેલમાં ચઢવા માટેનો આ પગથિયાંનો સુંદર રસ્તો (પાગ) છે. જેના ઉપર ચઢતાં મોક્ષરૂપી રાજય મલે છે. તે તીર્થેશ્વરને ભાવે પ્રણામ કરો.
કર્મ કોટિ અઘ વિકટ ભટ, દેખી ધ્રૂજે અંગ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન ચઢતે રંગ
જે આ ગિરિને જોઇને કરોડો કર્મરૂપી ભયંકર પાપનાં સેવકોનાં અંગો ધ્રુજી ઉઠે છે. (તેનાં પાપો નાશ પામે છે.) આથી પછી તે જીવ દિવસે દિવસે ભાવમાં વૃદ્ધિ પામતો જાય છે. તે તીર્થેશ્વરને ભાવે પ્રણામ કરીએ.
ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સુખે શાસન રીત;
સુંદર સ્ત્રીઓ આ ગિરિવરની ઉપર શ્રી જિનેશ્વર ભગવંતનાં સુંદર ગીતો ગાય છે. જૈન શાસનની આ સુંદર રીત (પ્રણાલિકા) છે. આવા આ ગિરિરાજને ભાવથી નમન કરીએ.
ક્વડ જક્ષ–રખવાલ–જસ, અહોનિશ રહે હજૂર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, અસુરા રાખે દૂર;
– ખ – ૪૩ –
ક્વડયક્ષ આ ગિરિરાજની હંમેશાં રક્ષા કરે છે. ને વળી તે હાજરાહજૂર રહે છે. અને યાત્રિકો – આરાધકોની આપદાઓને તીર્થના પ્રભાવે દૂર કરે છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરો.
ચિત્ત ચાતુરી – ચકકેસરી, વિઘ્ન વિનાસણ હાર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સંઘતણી કરે સાર;
– ખ – ૪૪ –
ચિત્તથી ચતુર એવા ચકકેસરી દેવી. ગિરિરાજની સેવા કરનારાઓનાં વિઘ્નોનો નાશ કરે છે. અને જે સંઘની સાર
-ખ. –૪૧–
– ખ – ૪૨ –
૫૭