________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦- ખમાસમણના-૧૦-દુહાઓ અર્થ સાથે
૫૧
તે તીર્થસ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય.
–ખ.-૧૦
જે ગિરિરાજના ધ્યાનમાં લીન થનાર મુનિરાજ શ્રેષ્ઠ એવી આનંદમય દશાને પામે છે. ને તેમનાં પાપો દૂર થાય છે. તે તીર્થરાજને પ્રણામ કરશે.
શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીનો હેતુ
તે તીર્થેશ્વર પ્રણમિયેભવ મકરાકર સેતુ.
-ખ.-૧૧
હદયમાં જે ગિરિરાજ માટેની શ્રદ્ધ, ગિરિરાજ માટેનું બોલાતું વચન અને અંતરમાં થતું ગિરિરાજ સ્મરણ આ જ્ઞાન – દર્શન - ચારિત્રના હેતુરૂપ છે. એટલું જ નહિ પણ તે સંસાર –ભવરૂપી સમુદ્રને પાર પાડવા માટે પુલ સમાન છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
મહાપાપી પણ નિસર્યા, જેહનું ધ્યાન સુહાય ,
તે તીર્થેશ્વર પ્રણમિય, સુર-નર – જરા ગુણગાય. -ખ.-૧૨
મહા ભયંકર (મોટા) પાપન કરનારા પાપીઓ પણ જે તીર્થના બાનથી પાપ રહિત થાય છે. દેવતાઓ અને મનુષ્યો જેના ગુણો ગાય છે તે તીર્થસ્વર ગિરિરાજને હે ભવ્ય પ્રાણીઓ! તમે પ્રણામ કરશે.
પુંડરીક ગણધર પ્રમુખ – સીધ્યા સાધુ અનેક
તે તીર્થસ્વર પ્રણમિય, આણી હદય વિવેક.
–ખ.-૧૩
શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રી પુંડરીક સ્વામી વગેરે અનેક સાધુઓ આ તીર્થના પ્રભાવે સિદ્ધિપદને પામ્યા છે. તેથી હે ભવ્યો ! તમે પણ હૃદયમાં વિવેક લાવીને તે તીર્થરાજને પ્રણામ કરશે.
ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ;
તે તીર્થસ્વર પ્રણમિયે, પામી જે નિજ દ્ધ.
–ખ.-૧૪
કોઇક પૂર્વભવના પાપ કર્મના ઉદય વડે પોતાની બહેનની સાથે સંભોગ કરનાર ચંદ્રશેખર રાજા આ ગિરિના સંગવડે પાપોને દૂર કરીને મોલમાં ગયો. એવા ગિરિરાજને આપણે પ્રણામ કરીએ કે જેનાથી આપણને આપણી આત્મઋદ્ધિ મલે.