________________
૭૫૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
અનંતજીવ ઇણ ગિરિવરે, પામ્યા ભવનો પાર;
તે સિદ્ધાચલ પ્રણમિયે, લહીએ મંગળમાળ
-ખ-૫
જે ગિરિરાજના પ્રભાવ વડે તેની ઉપર અનંતા જીવો ભવનો પાર–સંસારનો પાર પામ્યા છે. તેથી તે શ્રી સિદ્ધાચલને ભાવથી પ્રણામ કરીએ તો મંગલ માલને પામીએ.
જશ શિર મુકુટ મનોહરું, મરુદેવીનો નંદ;
તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદાસુખવૃંદ.
-ખ-૬
જે ગિરિરાજના શિખર ઉપર મુગટ સમાન – મરુ દેવી માતાના નંદ શ્રી ઋષભદેવ શોભી રહ્યા છે. તે સિદ્ધાચલને પ્રણામ કરીએ.. કે જે ગિરિરાજના પવિત્ર પ્રભાવે હંમેશાં રિદ્ધિ અને સુખનો સમુદાય મલે છે.
મહિમા જેહનો દાખવા, સુર – ગુરુ પણ મતિમંદ;
તે તીર્થેશ્વર પ્રાણમિયે, પ્રગટે સહજાનંદ.
જે દેવતાઓના પણ ગુરુ કહેવાય છે. તે સુરગુરુ – બૃહસ્પતિ પણ જેનો ( જે ગિરિનો ) મહિમા કહેવાને માટે મંદબુદ્ધિવાલો થાય છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ કે જેના પ્રતાપે આત્મામાં સ્વાભાવિક આનંદ પ્રગટે.
સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ–વિદૂર.
--૮
જે ગિરિરાજ આત્મામાં રહેલા સાહજિક ધર્મો મૂલ ગુણો જ્ઞાન – દર્શન – ચારિત્ર વગેરેને પ્રગટ કરવામાં મોટું કારણ છે. તે તીર્થરાજ શ્રી સિદ્ધગિરિરાજને પ્રણામ કરીએ જેથી સઘળાં પાપ દૂર થાય છે.
કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હતાશ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પામી જે સુખવાસ.
-.-૯
આત્માની અંદર અનાદિકાળથી લાગી ગયેલા કર્મના કાટને કાઢવા માટે જે ગિરિરાજનું ધ્યાન અગ્નિ સમાન છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. અને જેનાથી બાહ્ય અને અત્યંતર આ બન્ને પ્રકારનાં સુખો મલે.
પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય;
-11-9