________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
વિધાધર સુર અપ્સરા, નદી શેત્રુંજી વિલાસ;
કરતાં હરતાં પાપને, ભજીએ ભવિ ક્લાસ. - ૩ર – (ખ – ૧૮)
આ ગિરિરાજને સ્પર્શ કરીને વહેતી શ્રી શત્રુંજય નદી પણ પ્રાણીઓનાં પાપને દૂર કરવાના પ્રભાવવાળી છે. તેથી તેમાં વિદ્યાધરો. દેવતાઓ અને અપ્સરાઓ અહી આ નદીમાં આવીને પાપનો નાશ કરવા માટે વિલાસ કરે છે. આનંદ-પ્રમોદ કરે છે. તેમ કરતાં તેઓ પોતાનાં પાપને હરણ (દુર) કરે છે. તેથી આ ગિરિનું અઢારમું નામક્લાસ ગિરિ પાડવામાં આવ્યું છે.
બીજા નિરવાણી પ્રભુ ગઈ ચોવીશી મોઝાર;
તસ ગણધર મુનિમાં વડા, નામે દંબ અણગાર
- ૩૩ -
પ્રભુવચને અનશન કરી, મુક્તિપુરીમાં વાસ;
નામે દંબગિરિ નમો, તો હોય લીલવિલાસ.
- ૩૪ – (ખ-૧૯)
દરેક ચોવીશીમાં ચોવીશ તીર્થકરો હોય છે. તેમ ભૂતકાળમાં ગઈ ચોવીશીમાં નિર્વાણી નામના બીજા તીર્થકરના દંબ નામે ગણધર હતા. તે ગણધરે પ્રભુને પોતાનું મુક્તિ સ્થાન પૂછ્યું. ત્યારે તેમને શ્રી શત્રુંજ્યનું સ્થાન બતાવ્યું. તેથી તેઓએ આ ટુ -ટેકરી પર આવીને અનશન કરી સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ મેળવ્યો, તેથી તેનું ઓગણીશમું નામ દંબગિરિ થયું જો આ રીતે આરાધના કરવામાં આવે તો બાહ્ય અને અત્યંતર એમ બંને રીતે લીલ-વિલાસ –આનંદ મંગલ થાય.
પાતાલે જસ મૂલ છે, ઉજજવલ ગિરિનું સાર;
ત્રિકરણયોગે વંદતાં, અલ્પ હોય સંસાર
-- ૩૫ - (ખ. - ર૦)
આ ગિરિરાજનું – પર્વતનું – મૂળ પાતાલમાં ઘણું ઊંડુ છે. આ ગિરિને ત્રિકરણયોગે – એટલે – મન - વચન - અને કાયાના સુંદરયોગોથી વંદન કરવામાં આવે તો પ્રાણીઓનો સંસાર અલ્પ થઈ જાય. અને તેનો આત્મા ઉજજવલ બને માટે આ ગિરિનું વીશકું નામ ઉજજવલગિરિ પડયું છે.
તન – મન ધન - સુત - વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભોગ; જે છે તે સંપજે, શિવરમણી સંયોગ -૬ -