________________
થી શત્રુંજય ગિરિરાજનાં-૨૧-ખમાસમણ-અર્થ-સાથે
૫
વિમલાચલ પરમેષ્ઠીનું – ધ્યાન ધરે ષણમાસ;
-૩૭ -
તેજ અપૂર્વ વિસ્તરે પૂણે સઘળી આસ: ત્રીજે ભવે સિદ્ધિલહે, એ પણ પ્રાયક્વાચ: ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મુહૂર્ત સાચા
–
–
સર્વકામદાયક નમો, નામ કરી ઓળખાણ
શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડલ્યાણ, – ૩૯ – (ખ – ર૧).
૨૧ – નામના છેલ્લા એક્વીશમા ખમાસમણમાં વીરવિજ્યજી મ.ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! તમને શરીરના સુખની ઇચ્છા હોય, મનના સુખની ઇચ્છા હોય, ધનની ઇચ્છા હોય. પુત્રની ઈચ્છા હોય, પત્નીની ઇચ્છા હોય, સ્વર્ગના સુખની ઇચ્છા હોય કે પછી સાંસારિક ભોગોની ઈચ્છા હોય અથવા બીજી કોઈ પણ ઈચ્છા પ્રમાણે જોઈતું હોયતો આ ગિરિરાજના સેવનથી મળે છે. અરે ! આ ગિરિના પ્રતાપે મોક્ષ લક્ષ્મીનો સંયોગ પણ થઈ જાય છે. –૩૬ – પરમઈષ્ટ એવા વિમલાચલગિરિનું જો કોઈ આત્મા સતત – (સળંગ) છ મહિના સુધી ધ્યાન ધરે તો તે આત્મામાં અપૂર્વ તેજ વિસ્તરે છે.અને તે બધી આશાઓ પૂર્ણ થાય છે. –૩૭ – શાસ્ત્રમાં એવું વચન છે કે આ ગિરિરાજની આરાધના કરતાં પ્રાયે ત્રીજે ભવે મોક્ષ મળે છે. પણ ક્યાચ કોઈ આત્મા અપૂર્વ ઉલ્લાસથી ઉત્કૃષ્ટ પરિણામમાં આવી જાય તો બે ઘડીમાં પણ તેને મોક્ષ મલે. અને વચન સાચું પડે –૪– આ ગિરિને સર્વકામદાયક એ એક્વીશમા નામથી ઓળખાણ કરાવી. માટે તેને નમો. અને તે ગિરિને નમતાં આપણાં કોઠે
લ્યાણ થાય એમ વીરપ્રભુ જણાવે છે. (વીર વિજયજી) મહારાજ પણ એમ જણાવે છે. તેઓ પોતાના નામની આગળ શુભ શબ્દ લગાડે છે.
[0])