SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-ર૧-ખમાસમણ-અર્થ-સાથે ૪૩ થાપચ્યા રાણીના પુત્ર ભવના ભયથી ભય પામી.સસારમાંથી નીક્લી દીક્ષા લઇ ગુરુ મહારાજના કહેવાથી હજાર મુનિઓ સાથે આ ગિરિરાજ પર આવીને અનશન કરીને ગિરિના પ્રભાવથી મોક્ષને પામ્યા. માટે આ ગિરિનું તેરમું નામ મુક્તિનિલયગિરિ થયું. ચંદા સૂરજ બિહુ જણાં, ઊભા ઇણે ગિરિગ વર્ણન કરી વધાવીઓ. પુષ્પદંત ગિરિરંગ. -ર૮ – (ખ. ૧૪) ચંદ્ર અને સૂર્ય સાક્ષાત્ આ ગિરિનાં દર્શને આવે છે. અને ત્યાં આકાશમાં રહી ઊભા ઊભા વર્ણન કરે છે. અને પુષ્પો વડે વધાવે છે. માટે આ ગિરિનું ચૌદમું નામ પુષ્પદંત થયું (પુષ્પદંત એ સૂર્ય ચંદ્રનું એક નામ છે.) કર્મકઠિન ભવજલ તજી, ઈહાં પામ્યા શિવસદ્ધ, પ્રાણી પદ્મનિરંજની, વઘ ગિરિ મહાપદ્મ –ર૯ – (ખ – ૧૫) પ્રાણી આ તીર્થની ત્રિકરણ શુધ્ધ આરાધના કરે છે. તે પ્રાણી સંસારમાં કર્મરૂપી કાદવને તરીને પદ્મ-નિરંજની મોક્ષને પામે છે. માટે તમે આ ગિરિને મહાપદ્મગિરિ તરીકે ઓળખો. તેનું પંદરમું નામ છે. શિવવહુ વિવાહ ઉત્સવે રચિયો સાર; મુનિવર વર બેન્ક ભણી, પૃથ્વીપીઠ મનોહાર; - 5 – (ખ. ૧૬) કવિની એક સુંદર લ્પના છે કે આત્માને લાગેલાં કમોનો નાશ કરી મોક્ષરૂપી સ્ત્રીને પરણવી હોય તો મંડપ બેલ્ક વગેરે બધું જ જોઈએ. તો જ ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષરૂપી સ્ત્રીને પરણે છે. આથી જ કહે છે કે શિવ-વહુના વિવાહના મહોત્સવમાં આ ગિરિરાજરૂપી મંડપમાં વરરાજારૂપી મુનિવર ધ્યાનમાં બેઠા છે ને મોક્ષે ગયા છે. તેથી આ ગિરિરાજનું સોલમેં પૂછીપીઠ એવું નામ થયું. શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગલરૂપ; જલાર – જ ગિરિવર તણી, શીશ ચઢાવે ભૂપ. - ૩૧ (ખ. ૧૭) આ ગિરિરાજ પવિત્ર છે અને તેનું પાણી – તેનાં ઝાડ – તેની રજકણ વગેરે બધું જ પવિત્ર છે તેથી તે ભક અને મંગલ (લ્યાણ) રૂપ છે તેથી જ તેની રજને રાજાઓ મસ્તક લગાવે છે. તેથી તેનું સત્તરમું નામ શ્રી સુભદ્રગિરિ પડ્યું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy