________________
૪૨
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન;
દેતાં લાભ ઘણો હવે, મહાતીર્થ અભિધાન.
–રર – (ખ – ૧૦)
કોઈ આત્મા શ્રાવનાં વ્રતોને ધારણ કરનારા એવા દશકશેઠ શ્રાવોને જમાડે તેનાં કરતાં જૈનધર્મ તીર્થોની યાત્રા કરે તો તેના લાભનો પાર નથી. અને તેના કરતાં શ્રી સિદ્ધાચલની ભૂમિમાં એક મુનિને દાન દેતાં ઘણો લાભ થાય છે. માટે આ તીર્થનું દશમું નામ મહાતીર્થ થયું
પ્રાયે એ ગિરિ શાસ્વતો, રહેશે કાળ અનંત;
શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વત ગિરિસંત; - ૨૩ - (ખ.૧૧)
શ્રી શત્રુંજ્ય માહાત્મા નામના ગ્રંથમાં હ્યું છે કે આ ગિરિ પ્રાયે શાશ્વત છે. અને અનંતાકાલ સુધી રહેવાનો છે. માટે તેનું અગિયારમું નામ શાશ્વતગિરિ છે.
ગ –નારી – બાલક – મુનિ, ચઉ હત્યા કરનાર;
યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર;
–૨૪ –
જે પરદારા લંપટી, ચોરીના કરનાર,
દેવદ્રવ્ય –ગુરુથના, જે વળી ચોરણહાર;
–રપ –
ચૈત્રી – કાર્તિકી – પૂનમે રે યાત્રા ણે ઠામ,
તપ તપતાં પાતિક ગળે, તેણે દૃઢક્તિ નામ.
-ર૬-(ખ –૧ર)
આ ગિરિરાજના પ્રભાવે ગાય –સ્ત્રી – બાળક અને મુનિ આ ચારની હત્યા કરનારો પાપી પણ કાર્તિકી પૂનમની યાત્રા કરીને પોતાનાં પાપોનો નાશ કરે છે. (૨૪) દુનિયામાં કહેવાતાં મોટાં પાપો. પરસ્ત્રી ગમન કરવું ચોરી કરવી દેવના દ્રવ્યની અને ગુસ્ના દ્રવ્યની ચોરી કરવી. આવાં પાપોને કરનાર આત્મા ચૈત્રી તથા કાર્તિકી પૂર્ણિમાની યાત્રા ભાવપૂર્વક તપવડે કરે તો તેનાં પાપો નાશ પામે છે. પાપને ગાળવાની આવી દઢ શક્તિ ગિરિરાજની છે. માટે તેનું બારમું નામ દેઢ શક્તિ થયું. રપ –ર૬)
ભવ –ભય પામી નીલ્યા,થાવસ્યાસુત જેહ
સહસ મુનિ શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ
-ર૭ -(ખ. ૧૩)