________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૨૧-ખમાસમણ-અર્થ-સાથે
મુનિવરો તો વંદનિક છે જ . તેમાંય ગણધર ભગવંતો તો આખાય જગતનેવંદનિક – પૂજનક છે. આ વિમલાચલની ભૂમિમાં ઓછુંવત્તું ચારિત્ર પાળનારો હોય તો પણ તે મુનિ પૂજનીય–વંદનીય–નમનીય છે. – ૧૫ –
વિપ્રલોક જગતમાં ઘણા છે.પણ કોઇ કોઇ પુણ્યના યોગ વગરના હોય તે. જગતમાં દુ:ખિયા દેખાય છે. સાધુ પણાના દ્રવ્યલિંગને – વેશને ધારણ કરનારા– ખેતરમાં નાંખેલા ધાન્ય જેવા છે. પણ સંયમ પાળનાર સાધુઓતો છીપ જેવા છે. (છીપમાં જેમ મોતી પાકે તેમ તેની ભક્તિ ફળ આપે.) આ રીતે સંયમીની મુખ્યતા વર્ણવી.(૧૬) જ્યારે શ્રાવકો તો દાન દેનારા મેઘ જેવા છે. એટલે તેઓ જેવા પાત્રમાં આપે તેવું ફલ મલે. દાનાદિના ફળમાં પુણ્ય મળે, વધે. આથી અહીં પુણ્યની રાશિ એકઠી થાય છે. માટે ગિરિરાજનું સાતમું નામ પુણ્યરાશિ પડ્યું.
સંયમધર મુનિવર ઘણા, તપ તપતાં એક ઘ્યાન;
કર્મ વિયોગે પામિયા, વલ લક્ષ્મી નિધાન.
લાખ એકાણું શિવવર્યા, નારદશું અણગાર;
નામ નમો તે આઠમું, શ્રી પગિરિ નિરધાર;
- ૧૯ – ( .- ૮ )
આ ગિરિરાજને પામીને સંયમ ધારણ કરનારા ઘણા મુનિવરે ગિરિરાજ પર ગિરિરાજનું એકાગ્રતાપૂર્વક ધ્યાન લગાવીને સારીરીતે તપ તપે છે. અને તે ઘ્યાન તથા તપના પ્રભાવે સર્વ કર્મોનો ક્ષય કરી.વલજ્ઞાનરૂપી લક્ષ્મીને મેળ વનાર બને છે. –૧૮ –વળી જેઓ જગતમાં લોકોને લડાવવા માટે ખૂબજ પ્રસિદ્ધિ પામ્યા છે. તેવા નારદે અંતે ગિરિની આરાધના કરતા ને બીજાઓને આરાધનામાં જોડતા નારદમુનિ એકાણું લાખ મુનિઓ સાથે આ ગિરિપર નિર્વાણપદને પામ્યા હતા. તેથી આ ગિરિનું આઠમું નામ શ્રીપદગિરિ પડયું.
શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ;
ઇન્દ્રની આગે વર્ણવ્યો. તેણે એ ઇન્દ્ર પ્રકાસ.
-૨૦ ( ૯ )
મહાવિદેહમાં વર્તતા ૨૦ તીર્થંકરોમાં નજીકમાં રહેલા એવા શ્રી સીમંધર સ્વામીએ આ ગિરિરાજનો અપાર મહિમા ઇન્દ્રની આગળ વર્ણવ્યો.અને તે જગતમાં પ્રસિદ્ધિ પામ્યો. તે કારણથી આ ગિરિરાજનું નવમું નામ ઇન્દ્રપ્રકાશ –થયું.
દશ કોટી અણુવ્રત ધરા, ભક્તે જમાડે સાર;
જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણો નહિ પાર.
– ૧૮ –
રા
-29