________________
e
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
( ખમાસમણ – ૪)
-
ચંદ્રશેખર વગેરે ઘણા રાજાઓ આત્મ શુદ્ધિ–માટે દુનિયામાં કહેવાતાં અડસઠ તીર્થમાં ફર્યા ને નહાયા છતાં શુદ્ધિ ન થઇ. તેથી આ તીર્થે આવીને તુંબડી જેટલાજલથી સ્નાન કરતાં આત્મામાં વિવેક જાગ્યો અને એક ઘડી એવી આવી ગઇ કે અચલ એવા કર્મના મલને ચલાયમાન ર્યો, ધોઇ નાંખ્યો. અને અચલએવા આ પર્વતપર નિર્મલતા પ્રાપ્ત કરી મોક્ષે ગયા માટે આ તીર્થનું ચોથું નામ વિમલાચલ થયું.
પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય;
સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુગિરિ નામ ધરાય.
જગતના બધાય પર્વતોમાં લાખ જોજનના પ્રમાણવાલો મેરુ પર્વત ઊંચો છે. જેના ઉપર ચારે નિકાયના દેવતાઓ તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક કરે છે. પરંતુ ત્યાં કોઇ મોક્ષે જતું નથી ત્યારે આ ગિરિ સર્વ કર્મનો નાશ કરનાર બનેછે. માટે તેનું પાંચમું નામ – સુગિરિ પડયું.
એંસી યોજન પૃથુલ છે. ઉચ્ચપણે છવ્વીશ.
મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. ॥ ૧૪ ( ખ – ૬ )
આ ગિરિને પ્રાયે શાશ્ર્વતો ોછે. કારણ કે તે આ અવસર્પિણીના છ આરામાં અનુક્રમે ~૮૦-૭૦-૬૦-૫૦ને ૧૨ જોજન તથા સાત હાથનો રહેશે. તેજ રીતે ઉત્સર્પિણીમાં વધીને તેટલો જ થશે. તેથી પ્રાય: શબ્દ વાપર્યો છે. તેનો સર્વથા નાશ થતો નથી. આવો જે ગિરિ એંશી યોજનના વિસ્તારવાળો અને ઊંચાઇમાં ૨૬– યોજન વાળો છે. વળી આ ગિરિ મહિમા– પ્રભાવ વડે મોટો છે. તેથી તેનું હું નામ મહાગિરિ પડયું. તેથી હું તે નામથી નમીશ.
ગણધર–ગુણવંતા મુનિ–વિશ્વમાંહે વંદનિક
જેહવો તેહવો સંયમી, વિમલાચલ–પૂજનિક એ તીર્થે પૂજનિક.
વિપ્રલોક– વિષધર–સમા, દુ:ખિયા ભૂતલ જાણ;
દ્રવ્યલિંગ – ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન
શ્રાવક – મેઘ સમા ક્યા, કરતા પુણ્યનું કામ;
પુણ્યની રાશિ વધે ઘણી, તીણે પુણ્ય રાશિ નામ.
(૧૨) ખ.
૫
-
૧૫ –
– ૧૬ –
– ૧૭ –