________________
સોળમા ઉતારનો ઊજળો ઈતિહાસ
૭૭
પૂજયો વહેલા પધારજો !
ધર્મદાતા પરમોપકારી પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય વિદ્યામંડન સૂરીશ્વરજી મહારાજને તેડાવવા માટે કર્મશાએ પોતાના સહુથી મોટાભાઈ સ્નાશાને મોલ્યા અને ખાસ ભલામણ કરી કે તમે જાતે સાથે રહીને ગદેવને લઈને આવશે. તેમણે ગુરુદેવ પાસે રૂબરૂ જઈને તીર્થોદ્ધારની તમામ વાતો રજૂ કરી. અને પૂજયશ્રીને પ્રસન્ન ક્મ. તથા પ્રતિષ્ઠા મહોત્સવમાં સક્લ શ્રી સંધ સાથે પધારવા માટે ખૂબ ખૂબ વિનંતિ કરી.
પૂજયશ્રીએ કહ્યું કે હે મહાભાગ! પૂર્વે તમે ચિત્રક્ટ પર્વત પર સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથ ભગવાનના સુંદર પ્રાસાઘેનું નિર્માણ કરાવ્યું ત્યારે તમે મને તેડાવ્યા હતાં અને કારણસર ન આવી શક્યા, અને તે પ્રતિષ્ઠા અમારા શિષ્યશ્રી વિવેકમંડને કરી. પરંતુ આ પ્રતિષ્ઠામાં તો હું અવશ્ય ઉપસ્થિત રહીશ. આમ પણ કેટલાય સમયથી મારા ચિત્તમાં ગિરિરાજની યાત્રાનું સ્મરણ થયા કરે છે. પરંતુ તારી વાતો પછી હવે તો મારી પણ ઉઠા વધી ગઈ છે. માટે અમે સહુ શત્રુંજય તિ પ્રયાણ કરવાની ભાવના રાખીએ છીએ. પૂજયશ્રીનો પ્રત્યુત્તર સાંભળતાની સાથે જ સ્નાશાએ સકળ શ્રી સંધ વચ્ચે આદિનાથ ભગવાનની જય બોલાવી.
એકેકું ગલું ભરે !
શુભ સમય જોઈને પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય વિદ્યામંડન સૂરીશ્વરજી મહારાજાએ પોતાના શિષ્યસ્ન સોભાગ્યરત્નસૂરિઆદિ મુનિમંડલ સાથે રાત્રેય ભણી ડગલું ભર્યું. તે સમયે અન્ય ગચ્છોના પણ સો સો આચાર્યદેવો, અનેક ઉપાધ્યાય ભગવંતો, અનેક પંન્યાસ પ્રવરે આદિ કુલ મળીને એક હજાર સાધુ પરિવાર તેમની પાછળ ચાલવા લાગ્યો. અનેક સાધ્વીજી મહારાજ તથા શ્રાવક – શ્રાવિકાગણ પણ પૂજયશ્રીની સાથે જોડાયો. સજ્જ શ્રીસંધ સાથે પરિવરેલા આચાર્યદેવ રામાનુગ્રામ વિહાર કરતા કરતા શાસનપ્રભાવનાને વિસ્તારના વિસ્તારતા ગિરિરાજની નજીકમાં પહોંચ્યા.
પૂજયશ્રીના આગમનની જાણ થતાં કર્માએ ભવ્ય પ્રવેશ મહોત્સવ ર્યો. તેજ દિવસોમાં દેશદેશથી માનવ મહેરામણ ઊભરાવા લાગ્યો. આવી રહેલા માનવ પ્રવાહમાં કેટલાક ગજાધિસ્ટ હતા. કેટલાક અગ્વાધિસ્ટ હતા. કેટલાક રથાપિસ્ટ હતા. કેટલાક વૃષભાધિસ્ટહતા, કેટલાક સુખાસનાધિરૂઢ હતા, તો કેટલાક ઊંટ ઉપર બેઠેલા હતા. હૈયે હૈયું દબાઈ એવી ભીડ હતી.
લાખો મનુષ્યથી આદપુરની તળેટીનો વિશાળ ભૂભાગ પણ નાનો પડવા લાગ્યો. જ્યાં જુઓ ત્યાં માણસા માણસ ! આવા વિશાળ જન સમુદાયને જોઈને કર્મશાનું હૃદય પણ વિશાલ બન્યું. ભારે ઉદારતા પૂર્વક એમણે સાધર્મિક ભક્તિ શરૂ કરી. આવાસ, નિવાસ ભોજન આદિની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી. તેમ છતાં પણ તળેટીએ પાણીની ભારે ખેંચ પડવાથી સજ્જ શ્રીસંઘને સ્થાનાંતર કરાવીને પાદલિપ્તમાં નવેસરથી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી.
જ્યારે જયારે ઉપાધ્યાયશ્રીએ જયાં જયાં જે જે દાનાદિ ક્તવ્યનું સૂચન કર્યું છે તે કાર્યકર્માશાએ અત્યંત હશપૂર્વક પાર પાડયું. જ્યાં સો રૂપિયાની જરૂર હતી ત્યાં હજાર રૂપિયા અને હજારની જરૂરહોય ત્યાં લાખ ખર્ચી નાખવા જેવી