SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. ૭. કર્માશાની ઉદારતા હતી. આખા સમારંભમાં કોઇ પણ એવો માણસ ન હતો કે કર્માશાથી નારાજ હોય.યાચક્વર્ગે કર્માશા પાસેથી જેટલા પ્રમાણમાં દ્રવ્ય માગવાનો નિર્ધાર ર્યો તેના કરતાં કર્માશાનું પ્રસન્નમુખ જોઇને થોડુંક વધુ માંગી લેતો. પણ કર્માશા તેને માંગ્યાથી પણ અધિક દાન દઇ દેતા. માટે જ કર્માશાનું દાન વચોતિગ* હેવાયું હતું. અર્થાત તેમના દાનને જીભથી વર્ણવી શકાય તેમ ન હતું. આવી ભારે ઉદારતા ક્યારેક જ ક્વચિત જ જોવા મળતી હોય છે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ઠેર ઠેર સુંદર પટમંડપો ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં વપરાયેલ કાપડમાં વિવિધ જાતના રંગો અને ડિઝાઇનો હતી. વિવિધ જવનિકા (જાળી)ઓ શોભતી હતી. મંડપના ચંદરવામાં મણિ મોતી–માણેનાં રચેલાં ઝુમ્મરો લટક્યાં હતાં. ઊંચા ઊંચા માંડવાની ધારે ધારે નાની નાની ધજાઓ પવનથી એક સરખી પંક્તિમાં ફરકી રહી હતી. સમગ્ર વિશ્વમાં જાણે મહોત્સવ ઊજવાઇ રહ્યો હોય એવો આભાસ થતો હતો, સૂરજકુંડનું જલ ગ્રહણ કરવા માટે અનેક વાજિંત્રો, વાહનો, વાધો, નવવધૂઓ અને લળશો સાથે ભવ્ય જલયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો જેને જોઇને લોકો શાસ્ત્રમાં વર્ણવાયેલા ચક્રવર્તી સમ્રાટ ભરત મહારાજાના મહોત્સવને યાદ કરતા હતા. સફ્ળ શ્રીસંઘે ભેગા મળીને પ્રતિષ્ઠા મહોત્સવની સઘળી કાર્યવાહીની જવાબદારી કાર્યકુશળ ઉપાધ્યાય શ્રી વિનયમંડન પાને સોંપી. અન્ય અન્ય મનુષ્યોને જે જે કાર્ય સોંપવામાં આવ્યાં હતાં તે બધા સ્ફૂર્તિથી તે તે કાર્યમાં લાગી ગયા.પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપયોગમાં લેવાતી ઔષધિઓ માટે સ્પેશ્યલ માણસોને જંગલોમાં મોક્લ્યા વૈદ્ય, વનવાસી તથા વૃદ્ધો પાસેથી વનસ્પતિઓની ઓળખ કરાવીને અગણિત દ્રવ્ય વ્યય કરી બધી જ જાતની ઔષધિઓ હાજર કરવામાં આવી. કર્માશા ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરીને કુલ ગુરુઓને યથા યોગ્ય દાન આપીને લોકોને પ્રણામ કરીને સહુની અનુમતિ મેળવીને પ્રતિષ્ઠા વિધિ મહોત્સવમાં પ્રવૃત્ત થયા. પુણ્યા ં પુણ્યાહં વૈશાખ વદિ ૬નો દિવસ ઊગ્યો ! સર્વત્ર અજવાળાં પથરાયાં. પંખીઓએ મંગલ ગાન શરૂ કર્યાં. જાઇ,જૂઇ, મોગરો, બટમોગરો, ચંપો, નાગચંપો અને બોરસલીનાં કુસુમો મહેકી ઊઠ્યાં. વાતાવરણ હતું હતું ભીનું ભીનું ભાસવા લાગ્યું. ગિરિરાજ માનવ મહેરામણથી ગાજવા લાગ્યો. તળેટીથી લગાવીને ઢેચ સુધી નદીના પ્રવાહની જેમ જાણે માનવ પ્રવાહ રેલાવા લાગ્યો. હૈયે હૈયું દબાઇ જાય એવી ભારે ભીડ વચ્ચેપણ સહુના મુખ પર આજે કંઇક અનેરો આનંદ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. કેમ કે આજે દાદા ગાદીએ બેસવાના છે. પુરુષોનાં અંગે શોભતાં રંગ બેરંગી રેશમી જયન વસ્રો ! મસ્તકે સોનેરી ક્યારથી શોભતી મેવાડ દેશની પાઘડીઓ ! કાને લટકતી સોનેરી વાળીઓ ! હાથનાં કાંડે શોભતાં વીર વલયો ! કંઠમાં શોભતાં મોતીના કંઠાઓ !
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy