________________
૭૦૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ
જેમ જેમ દિવસો વ્યતીત થતા ગયા તેમ તેમ પ્રતિમાજીનો આકાર દેખાવા લાગ્યો. પૂર્ણિમાના ચાંદ જેવું મુખારવિદ અષ્ટમીના ચન્દ્ર જેવું ભાલ, શંખના આકાર જેવો કંઠ ભાગ, લાંબી ભુજા કેશરીસિંહ જેવી પાતળી કેડ, કમળ ની પાંખડી જેવાં રૂપાળાં રસાળાં નયનો ! ક્લાકાર શિરોભાગ ! વિશાળ પટો! અણિયાળી સુંદર નાસિકા ! કમલની પાંખડીના પુટ જેવા અધરોષ્ટ! સુંદર મજાની હડપચી ! ભરાવદાર કપોલ ! દીર્ધ બાહુયુગલ! વિશાલ વક્ષ:સ્થલ ! દલીāભસમા સાથળ ! સુકોમલ હસ્ત અને ચરણ ! સર્વાંગસુંદર બિંબ તૈયાર થયું.
બિંબની સાથોસાથ વિશાળકાય પ્રાસાદને પણ સમરાવવામાં આવ્યો. મૂલગભારામાં પણ પુન: રિપેરિગ આદિ કાર્ય કરાવી લેવામાં આવ્યું.
જિનબિંબતૈયાર થઈ ગયા બાદ પ્રતિષ્ઠાનું શુભ મુહુર્ત જોવડાવવા માટે કર્મશાએ જે જે દેશમાં જ્યોતિષ આદિ શાસ્ત્રના જાણકાર પંડિતો હતા તે બધાને આમંત્રણ આપીને બહુમાનપૂર્વક તેડાવ્યા. ગામેગામથી અનેક જ્યોતિષીઓ. નિમિત્તરો, ગણિતશો, જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ અને પંડિતો ભેગા મળ્યા. શુભ દિવસે બધાની મિટિંગ રાખવામાં આવી જેમાં સૂરીશ્વરો, ઉપાધ્યાય, પંન્યાસો, ગણિવર્યો, વાચનાચાર્યો મુનિવરો તથા જેમને દેવોનું સાંનિધ્ય છે એવા મુનિવરો આદિ પણ બધા સાથે બેઠા. પરસ્પર શાસ્ત્રાર્થ , ચર્ચા-વિચારણા કરી. તિથિ, વાર, નક્ષત્રયોગ અને કરણ આદિ
જ્યોતિષનાં પાંચ અંગો ઉપર લાંબો વાર્તાલાપ ક્ય. વિવિધ લગ્ન કુંડલીઓ બનાવી. શુભાશુભનો દીર્ધ વિચાર ર્યો. શ્રી સંધના ઉદયને કરનારું અને સહુને સંગત, સંમત અને પસંદ એવું મુહુર્ત નિશ્ચિત કરવામાં આવ્યું. જેમાં વિ.સં. ૧પ૮૭ની સાલ હતી. વૈશાખ માસ હતો. વદ પક્ષ હતો અને છઠનો દિવસ હતો અને રવિ નામનો વાર હતો. શ્રવણ નામનું નક્ષત્ર હતું અને ધન નામનો શુદ્ધ નવમાંશ હતો. જયોતિષીઓએ જાહેર કર્યું કે આ મુહુર્ત તમારા સહુના ઉદયને કરનારું થાઓ ! વાક્ય પૂર્ણ થતાની સાથે જ આદીશ્વરદાદાની જય બોલાવીને યથોચિત પૂજન, સત્કાર અને સન્માન કરવામાં આવ્યું.
જ્જુ છાંટી કંકોતરી મોક્લો:
મુર્તનો શુભ નિર્ણય થઈ ગયા પછી કુમકુમ પત્રિકાઓ લખવામાં આવી. તેની ઉપર કંકુનાં છાંણાં કરવામાં આવ્યાં. તે પછી દશે દિશામાં કુમકુમ પત્રિકાઓ રવાના કરવામાં આવી. જેમાં ખાસ કરીને (૧) અંગદેશમાં (ર)અંગદેશમાં (૩) કલિંગદેશમાં (૪) કાશમીરમાં (૫) જાલંધરમાં (૬) માલવમાં (૭) વણિક દેશમાં (૮) વાહિક દેશમાં (૯) તુર્કસ્તાનમાં (૧૦) કામરુપ દેશમાં (૧૧) તુરંડક દેશમાં (૧૨)વૈદ્ય દેશમાં (૧૩) સાલ્વ દેશમાં (૧૪) તાયિક દેશમાં (૧૫) સૌવીર દેશમાં (૧૬) પ્રત્યગ્રંથ (૧૩) કેરલ દેશમાં (૧૮) કામરુપ દેશમાં (૧૯) ભોટ દેશમાં (ર૦) કુંતલ દેશમાં (૨૧) લાટ દેશમાં (વાપીથી ભરૂચ સુધીનો પટ્ટો) (રર) સૌરાષ્ટ્ર દેશમાં (ર૩) ગુજરાત દેશમાં (૨૪) માવાડ દેશમાં (રપ) મગધ દેશમાં.
ઉપરોક્ત સર્વ દેશોમાં આમંત્રણ પત્રિકા પહોંચ્યા પછી લોકોએ ગિરિરાજ પર પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચવા માટે તરત જ પ્રસ્થાન ક્યું.