________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
પ્રમાણે બોલતાં તે મંત્રીરાજે તે શત્રુનું મસ્તક કમળનાળની પેઠે યુદ્ધમાં કાપી નાખ્યુ, તેના સૈન્યને સ્વાધીન કરીને કુમારપાલરાજાની આજ્ઞાને પ્રવર્તાવતા અંબડ મંત્રીરાજે તે નગરીની અંદર પ્રવેશ . પ્રથમ શ્રી જિનમંદિરમાં શ્રી ઋષભદેવપ્રભુને નમસ્કાર કરીને રાજ મંદિરમાં જઈને પરિવાર સાથે ભોજન કર્યું. મલ્લિકાર્જુન રાજાનું ઢાંકેલું મસ્તક ને તેનો ખજાનો લઇને અંબડમંત્રીશ્વર ગયો. ત્યાં પોતાના સેવકને મૂકીને શત્રુનું મસ્તક લઇને અંબરે પાટણમાં આવી ને રાજાને નમસ્કર ર્યો
૪૮૦
ઢાંકેલું રાજાનું મસ્તક, શૃંગાર કેટિનામની સાડી, તાપના ક્ષયને કરનારો હાર, ને માણિક્ય નામનો પછેડો. ( એક્જાતનો ખેસ) વિષાપહાર નામની છીપ, બત્રીસ સોનાના શ્રેષ્ઠ ઘડાઓ, છ મૂઢા મોતી. ચારસો હાથી, એકસોને વીશ (૧૨૦) કાંતિથી યુક્ત ઉત્તમપાત્રો, આઠ હજાર ઘોડા, ચારસો ખચ્ચર, સોનાના બત્રીસ લાખ ટંક, ને રુપાના સાડા ચૌદ કરોડ ટંક, રાજાની આગળ આ વસ્તુઓ મૂકીને જેટલામાં ઊભો રહયો. તેટલામાં સેવકે શત્રુના યની કથા કહી. તેને ત્રણ કરોડદ્રવ્ય આપીને “રાજપિતામહ” એવું બિરુદ આપીને હર્ષિત થયેલા રાજાએ ઉત્સવ કર્યો. રાજાએ આપેલા હાથીપર ચઢેલો મંત્રી ઘણું દાન આપતો જિનમંદિરમાં જિનેશ્વરને નમીને પોતાના ઘરે આવ્યો. તે પછી રાજાવડે સત્કાર કરાયેલો અંબડ મંત્રીશ્વર વખતે વખતે સારા આદરપૂર્વક ધર્મકાર્યો કરવા લાગ્યો. યું છે. કે :
त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफलं नरस्य,
तत्रापि धर्मं प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ ॥ १ ॥
ત્રણ વર્ગની સાધના વગર – મનુષ્યનું આયુષ્ય પશુની જેમ નકામું છે. અને તેમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે. કારણ કે તે ધર્મ વિના અર્થ ને કામ થતા નથી, અંબડ દેવબુદ્ધિથી શ્રીજિનેશ્વરને વંદન કરે છે. અને ગુરુબુદ્ધિવડે હંમેશાં ગુરુ હેમસૂરિને વખાણે છે. (નમે છે.) સ્વામીની બુદ્ધિવડે આદરથી કુમારપાલ રાજાને અને ભક્તિથી વિશેષ કરીને સવારે માતા અને પિતાનાં ચરણોને વખાણે છે. (નમે છે.)
सर्वज्ञो जितरागादि, दोष स्त्रैलोक्य पूजितः । यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः ॥ १ ॥
"
સર્વને જાણનાર, જીત્યા છે રાગ વગેરે દોષ જેણે એવા અને ત્રણ લોકથી પૂજાયેલા યથાસ્થિત અર્થને કહેનાર, અહિંત પરમેશ્વર દેવ છે. (૧) અંબડ મંત્રીરાજ ત્રિકાલ પ્રભુની પૂજા કરે છે. અને બન્ને વખત (સંધ્યાએ) પ્રતિક્રમણ કરે છે. કોઇ ઠેકાણે સચિત્તને ગ્રહણ કરતો નથી. હંમેશાં યાચકોને પાત્ર પ્રમાણે યથોચિત દાન આપતો અંબડ ક્યારે પણ ખરાબભાવ કરતો નથી, કહ્યું છે કે
पुहवि करंडे बंभंडसंपुटे, भमइ कुण्डलिजंतु । तुह अंबडदेव जसो, अलद्धपसरो भुयंगुव्व ॥ १ ॥