________________
આપ્રભટ મંત્રીની ક્યા
कृतप्रयत्नानपिनैतिकाश्चित्, स्वयं शयानानपि सेवते परान्
येsपि नास्ति - द्वितीयेऽपि नास्ति, श्रेय: प्रचारो न विचार गोचरः ॥ २॥
૪૭૯
કેટલાક પ્રયત્ન કરનારાઓને પણ પ્રાપ્ત થતું નથી. અને પોતે સૂતેલા હોય એવા પણ બીજાઓને તે સેવે છે. બન્નેમાં નથી, બીજામાં નથી, ક્લ્યાણનો પ્રચાર એ વિચારનો વિષય નથી (૨)
તે પછી કર્ણાવતી (પાટણ) નગરીમાં ચોવીસ જિનેશ્વરથી શોભિત મનોહર જિનમંદિર તેણે કરાવ્યું . ઉદયનને ધર્મમાં તત્પર એવા ચાર પુત્રો હતા. પહેલો આમ્રભટ–બીજો બાહડ. ત્રીજો ચાહડ ને ચોથો સોલ્હાક એ સર્વેપુત્રો પંડિત પાસે ઘણાં શાસ્ત્રો ભણ્યા. જ્યસિંહ રાજાના રાજયમાં ઉદયન વણિક ધર્મકાર્યામાં સમર્થ એવો તે અનુક્રમે મંત્રીપદ પામ્યો, સિદ્ધરાજા દેવલોકમાં ગયેછતે કુમારપાલ રાજાના સર્વમંત્રીઓમાં પુણ્યયોગથી તે મુખ્યમંત્રીપણાને પામ્યો.
એક વખત એક માણસે કુમારપાલ રાજાને નમીને કહયું કે કોંણ દેશમાં સમૃદ્ધ એવો મલ્લિકાર્જુન નામનો રાજા છે. પોતાને વિષે તે “રાજપિતામહ” એ પ્રમાણે બિરુદની શ્રેણીને વહન કરતો તે સર્વરાજાઓને તૃણ સરખો પણ માનતો નથી. તેથી મારે મલ્લિકાર્જુન રાજાનું તે બિરુદ જલદીથી ઉતારી નાખવું. એ પ્રમાણે ચાલુક્ય રાજાએ (કુમારપાલે) હૃદયમાં વિચાર્યું. બીજે દિવસે રાજાએ પોતાના હાથમાં (પાનનું) બીડું લઇને ક્હયું કે મલ્લિકાર્જુન રાજાનો ગર્વ કોણ ઉતારશે ? કોઇ મનુષ્ય રાજાના હાથમાંથી જયારે બીડું ગ્રહણ કરતો નથી ત્યારે અંબડે ઊભા થઈને બીડું લઇને આ પ્રમાણે ક્હયું મારે તેનો મદ ઉતારવાનો છે. આ પ્રમાણે તેણે ક્લે ધ્યે રાજાએ હાથી ઘોડા આદિથી વિરાજિત સેના આપી. રાજાએ આપેલા સૈન્યને લઇને ક્લવણી નામની નદી ઊતરીને કોંગ઼દેશના મધ્યમાં તે આવ્યો.મલ્લિકાર્જુન રાજાની સાથે યુદ્ધ કરતો આંબડમંત્રી ભાગી ગયો. અને પાટણની પાસે આવ્યો. લજજા પામતો એવો તે સઘળા સૈન્યમાં મોટી કાળી પટટી કરીને સ્વામીને પોતાનું આગમન યા સિવાય અંબડ ત્યાં રહયો. બીજે દિવસે બહાર આવેલા કુમારપાલે તેના સૈન્યને જોઇને મનુષ્યની પાસે પૂછ્યું કે આ કાળો તંબૂ કેમ છે ? મનુષ્ય યું કે તમારો જે મંત્રી મલ્લિકાર્જુન રાજાને જીતવા માટે ગયો હતો. તે ભાગી જવાથી પાછો અહીંયાં આવ્યો છે. તે કારણથી તે મંત્રીરાજ મોઢે કાળો તંબૂ કરીને લજજા પામતો રહયો છે. તે પછી રાજાએ હૃદયમાં વિચાર્યું.
. यस्य लज्जा भवेत् पुंसः, स कार्यं दुस्करं किल । चकार भूपतेर्मातुः पितुरन्यनृणां स्फुटम् ।।
જે પુરુષને લજજા થાય તે પુરુષે રાજા–માતા-પિતા અને બીજા મનુષ્યોને પ્રગટ એવું દુષ્કર કાર્ય કર્યું છે. એ પ્રમાણે વિચારીને રાજાએ ત્યાં જઈને મંત્રીનું સન્માન કરીને મલ્લિકાર્જુન રાજાને જીતવા માટે ફરીથી મોક્લ્યો. કોંઙ્ગ દેશમાં જઇને ગુપ્તપણે બે પ્રકારે સૈન્ય કરીને મંત્રીએ શત્રુરાજાને પોતાનું આગમન જણાવ્યું. તે વખતે મલ્લિકાર્જુનરાજા થોડું સૈન્ય જાણીને અલ્પસૈન્યવાલા શત્રુને જીતવા માટે શત્રુના સૈન્યની પાસે ગયો. રાજ પિતામહરાજા (મલ્લિકાર્જુન) તે વખતે મંત્રીશ્વર સાથે યુદ્ધ કરતાં બન્ને સૈન્યની વચ્ચે જલદી લઇ જવાયો. હે રાજન ! તું ઇષ્ટ દેવને યાદ કર એ